જિલ્લા સેવા સદન વ્યારા ખાતે RCM સંસ્થા દ્વારા કલેકટરશ્રી તાપીના વરદ્ હસ્તે વૃક્ષારોપણ કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૧૨- જિલ્લા સેવા સદન વ્યારા ખાતે સેવા,સ્વાસ્થ્ય અને સંસ્કાર સિધ્ધાંતને વરેલી સંસ્થા RCM દ્વારા કલેકટર તાપી ડો.વિપિન ગર્ગના વરદ્ હસ્તે તા.૧૧/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૧૧ થી ૧ કલાકે વૃક્ષારોપણ કરાયું હતું.જેમાં કોન્ટ્રાકટર એસોશિએશન,નિવાસી અધિક કલેકટર સહિત RCM ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
RCM પરિવાર ૨૫ વર્ષની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરતા દેશવાસીઓ માટે સેવા,સ્વાસ્થ્ય અને સંસ્કારનો સંદેશ લઈને સમગ્ર ભારતમાં ૧૦૦ દિવસમાં ૧૭ હજાર કિ.મી.ની રથયાત્રા સાથે જાગૃતતા લાવી રહ્યો છે. બ્લડ ડોનેશન કેમ્પ,પાણી વીજળીનો કરકસરપૂર્વક ઉપયોગ, સ્વદેશી સામાનનો ઉપયોગ,સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ બંધ કરી અને પર્યાવરણ જાળવણી માટેના સંદેશ,વૃક્ષારોપણ જેવા રાષ્ટ્ર નિર્માણના કાર્યો કરે છે. જયેશભાઈ ચૌધરી,ભીખાભાઈ રામાણીએ કાર્યક્રમને સફળબનાવવા જહેમતભર્યા પ્રયાસો કર્યા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

