તાપી કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક યોજાઈ
પ્રવાસન સ્થળોએ માર્ગો, પાણી, શૌચાલય, સાઇનેજ અને સ્વચ્છતા જેવી સુવિધાઓ પર ખાસ ભાર મુકતા કલેક્ટર ડો.વિપિન ગર્ગ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૪. તાપી જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષતા હેઠળ સાંભખડ ખાતે જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેકટરશ્રીએ નવા પ્રવાસન તેમજ ધાર્મિક સ્થળોની મંજુરી માટે દરખાસ્તો કરવા,તાપી જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળો,ધાર્મિક સ્થળોની જાણવણી સહિત તમામ સ્થળોનો યોગ્ય વિકાસ કરવા,ખૂટતી સુવિધાઓ પુરી પાડવા સર્વે વિભાગોને સુમેળપૂર્વક કાર્ય કરવા અને ત્વરિત આયોજન અમલમાં મુકવા જણાવ્યું હતું
બેઠક દરમિયાન તાપી જિલ્લાના પ્રવાસન ક્ષેત્રને વધુ પ્રોત્સાહન મળે તે માટે વિવિધ પ્રસ્તાવો અને યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સોનગઢનો કિલ્લો,ડોસવાડા ડેમ,આંબાપાણી,પદમડુંગરી ઈકો-ટૂરિઝમ સાઇટની સુવિધાઓ વિકસાવવા, ગ્રામિણ વિસ્તારોમાં આવેલ ધાર્મિક સ્થળોની સુવિધાઓ વિકસાવવા, પ્રવાસન સ્થળો તરફ જતાં માર્ગોનું સમારકામ તેમજ નવા માર્ગો-કોઝવેની રજુઆતો, સાઇનેજ બોર્ડ લગાવવા,પીવાના પાણીની સુવિધા,બેસવા માટે બાકડા,શૌચાલયોની સુવિધા-સ્વચ્છતા સહિતની બાબતો અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. તથા ધારાસભ્ય સર્વેશ્રીઓ દ્વારા કરવામાં આવેલ વિવિધ પ્રવાસન-ધાર્મિક સ્થળોના વિકાસ અંગેની દરખાસ્તો-રજુઆતો અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય સર્વે શ્રી મોહનભાઈ ઢોડિયા, શ્રી મોહનભાઇ કોંકણી, ડો. જયરામભાઇ ગામીત,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, નાયવ વનસંરક્ષકશ્રી સચિન ગુપ્તા, નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડ,અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિત જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

