જિલ્લા પંચાયત સુરત ખાતે સક્ષમ શાળા એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :: જિલ્લા પંચાયત કચેરી, સુરત ખાતે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલનાં અધ્યક્ષસ્થાને ‘સક્ષમ શાળા પુરસ્કાર’ સમારોહ યોજવામાં હતો. જેમાં સુરત શહેર, તાલુકા તથા જિલ્લા કક્ષાએ સ્વચ્છ, હરિયાળી અને સલામત તેમજ સર્વાંગી વિકાસ ધરાવતી પ્રાથમિક અને માધ્યમિક ગ્રામિણ અને શહેરી શાળાઓને પસંદ કરીને સક્ષમ શાળા તરીકેનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ શિક્ષકો અને વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણનાં આગવા મહત્વ વિશે સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ વિકસિત દેશનાં પાયામાં શિક્ષણ અને આરોગ્ય બે મહત્વનાં સ્તંભ તરીકે કાર્ય કરે છે. શિક્ષિત અને સ્વસ્થ બાળકો વિકસિત સમાજ અને દેશનાં ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
સક્ષમ શાળા પુરસ્કાર સમારોહમાં જિલ્લા કક્ષાની ત્રણ પ્રાથમિક શાળા અને સુરત શહેરની પ્રાથમિક અને માધ્યમિક વિભાગની એક-એક શાળા ઉપરાંત તાલુકા કક્ષાની દસ શાળાઓને મહાનુભાવોનાં હસ્તે સન્માનપત્ર સાથે રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ ભારતીબેન રાઠોડ, જિલ્લા શિક્ષણાઅધિકારી ભગીરથસિંહ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.અરુણ અગ્રવાલ, ઙાયેટનાં પ્રાચાર્ય ડૉ.સંજયસિંહ બારડ, શાસનાધિકારી મેહુલ પટેલ, શિક્ષણ નિરીક્ષક ડૉ.સંગીતા મિસ્ત્રી સહિત વિવિધ શાળાઓનાં આચાર્યો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *