સી.એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારા ખાતે ડૉ. સુભાષ સિંહનું વ્યાખ્યાન યોજાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી.એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારામાં તા. 3 સપ્ટેમ્બર 2025ના રોજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય સંસાધન વ્યક્તિ તરીકે ડૉ. સુભાષ સિંહ (Hom), Ph.D. (Hom.) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે “એલેન્સ મેરીટિયા મેડિકા કેવી રીતે અભ્યાસ કરવી, ખાસ કરીને એલનની કી નોટ્સ” તથા “ઑર્ગેનન ઑફ મેડિસિનનો પ્રાયોગિક ઉપયોગ” વિષય પર વ્યાખ્યાન આપ્યું.

કાર્યક્રમનું સંચાલન જીલ ત્રિવેદી (4th BHMS વિદ્યાર્થી) દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનનું સ્વાગત કોલેજ તરફથી ડૉ. જ્યોતિ રાવ તથા ડૉ. ભવિન મોદી, HMAI વ્યારા યુનિટ તરફથી ડૉ. તુષાર ધીમર (સચિવ) અને ડૉ. ભૂમિકા ચૌધરી (ખજાનચી) તેમજ સેમિનાર કમિટી તરફથી ડૉ. અમિત રાય શાહ અને ડૉ. વૈશાલી ચૌધરી દ્વારા ગુલદસ્તા આપી કરવામાં આવ્યું. ઉપરાંત, ડૉ. ભવિન મોદીએ શાલ અને નાળિયેર અર્પણ કરી સન્માનિત કર્યા. ત્યારબાદ વક્તાનું ઔપચારિક પરિચય પ્રિન્સિપાલ ડૉ. જ્યોતિ રાવ દ્વારા આપવામાં આવ્યું.

ડૉ. સુભાષ સિંહે એલનની કી નોટ્સનો ઇતિહાસ, તેને કેવી રીતે વાંચવી તથા ઑર્ગેનન ઑફ મેડિસિનનો પ્રાયોગિક ઉપયોગ અંગે વિશદ તથા માર્ગદર્શક વ્યાખ્યાન આપ્યું, જેને વિદ્યાર્થીઓએ ખૂબ જ પ્રશંસા કરી. અંતે યોજાયેલ પ્રશ્નોત્તરી સત્ર દ્વારા વિદ્યાર્થીઓને વધારે સ્પષ્ટતા મળી.

વક્તાને કોલેજ તરફથી 25મી વર્ષગાંઠનો ટ્રોફી તથા પ્રમાણપત્ર ડૉ. જ્યોતિ રાવ દ્વારા અપાયું. તેમજ HMAI વ્યારા યુનિટ તરફથી ડૉ. પંકજ લાઠિયા તથા ડૉ. સ્વપ્નિલ ખેંગર દ્વારા સ્મૃતિચિહ્ન ભેટ આપવામાં આવ્યું.

સેમિનારનો સમાપન ડૉ. એ. કે. શાહ દ્વારા આભારવિધિ અને રાષ્ટ્રગીત સાથે કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થયો અને તેમણે મેરીટિયા મેડિકા તથા ઑર્ગેનન ઑફ મેડિસિનને વધુ ઊંડાણપૂર્વક અને પ્રાયોગિક રીતે અભ્યાસ કરવાની પ્રેરણા મેળવી.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *