સાસરિયા દ્વારા મારઝૂડ કરી 5 માસનું બાળક છીનવી લઇ મહિલાને ઘરમાંથી કાઢી મુકતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પીડિતાની મદદે આવી 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા).: ગત રોજ એક મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જણાવેલ કે તેમનું 5 માસનું બાળક છે જેને સાસરિયાઓએ ઝગડા કરી મારઝૂડ કરી છીનવી લઇ ઘરમાંથી કાઢી મૂકી છે, જેથી મદદની જરૂરત છે.

181 મહિલા હેલ્પલાઇન ટીમ તાપીને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થાય છે. ઘટના સ્થળે હાજર પીડિત મહિલાને મળી તમામ હકીકત જાણી લે છે. ટીમને જાણવા મળેલ કે તેમના મામા નજીકમાં રહે છે જ્યાં સવારે બાળકને લઈને જવાની વાત કરી તો પતિએ જવાની ના પાડી. બંને પક્ષે બોલચાલ થઇ. જેથી દિયર અને સાસુ પણ બોલવા લાગ્યા અને પતિએ હાથ ચાલાકી કરી મારામારી કરી અને દિયર એ પણ હાથ ચાલાકી કરી માર્યા તેમજ ઝગડામાં સાસુ એ તેમનું 5 માસનું બાળક લઇ લીધું અને પીડિતાને ઘરમાંથી કાઢી મૂક્યા અને બાળક આપતા ના હોવાથી મદદ માંગી. તમામ હકીકત જાણી સ્થળ પર સાસરી પક્ષને બોલાવી તેમનું કાઉન્સેલિંગ કરી સમજાવેલ કે બાળક હજુ પાંચ માસનું છે તેને હાલ માતાના ધાવણની જરૂર હોય તેમજ પીડિતા બાળક સાથે એક ની એક જગ્યાએ કંટાળી જતા હોય તો તેમણે સગાસંબંધીના ઘરે થોડી વાર લઇ જવા તેમજ તેમના પર હાથ ચાલાકી કરવી મારઝૂડ કરવું એ ગુનો બને છે. જે વિશે સમજ આપી બંને પક્ષને સમજાવી સ્થળ પર સમાધાન કરાવેલ છે અને પીડિતાને બાળક અપાવેલ છે. હાલ બધા સાથે હળીમળી ને રહેશે તેમજ ફરી મદદની જરૂર જણાય તો 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરવા જણાવાયું છે. પીડિતાએ 181 ટીમ તાપીનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *