સુબીરનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટાફગણ દ્વારા ગણેશજીની મૂર્તિનું સ્થાપન
(પ્રતિનિધિ દ્વારા, વઘઇ) : ડાંગ જિલ્લાનાં સુબીર સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટાફગણ દ્વારા ગણેશ ચતુર્થીનાં દિવસે ગણેશજીની મૂર્તિની વિધિવત પૂજા અર્ચના કરી ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે સામુહિક આરોગ્ય કેન્દ્રનાં મેડીકલ ઓફિસર ડો. ધૃવી ચૌધરી, ડો. ફાલ્ગુની ગામીત, અન્ય વહીવટી સ્ટાફ સહિત ડો.પ્રિતિ ચૌધરીએ વિશેષ હાજરી આપી હતી.
આ તકે ડો. ધૃવી ચૌધરીએ જણાવ્યું કે પાંચ દિવસની પૂજા અર્ચના આરાધના બાદ તા. ૩૧/૦૮/૨૦૨૫ નાં રોજ ગણેશજીની મૂર્તિનું ધામધૂમથી વિસર્જન કરવામાં આવશે. તેમણે ઉમેર્યુ હતું કે સુબીર જેવાં ઉડાણનાં વિસ્તારમાં લોકોમાં એકતા અને આધ્યાત્મિકતાનો ભાવ ઉજાગર થાય એ અમારા ગણેશોત્સવનો મૂળભૂત હેતુ છે.
રિપોર્ટ: વિજય પટેલ
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

