તાપી જિલ્લામાં જિલ્લા ન્યાયાલય વ્યારા તથા તમામ તાલુકાની કોર્ટ સ્થિત ઈ સેવા કેન્દ્રનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ

વ્યારાની જીલ્લા ન્યાયાલય પરિસરમાં આવેલ ઈ સેવા કેન્દ્ર.

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાતમાં હાઈકોર્ટ સહિતની રાજયની તમામ તાલુકા કોર્ટોમાં ઈ સેવા કેન્દ્ર સ્થાપિત કરાયા છે. ઈ સેવા કેન્દ્રએ ઈ કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ હેઠળ ઈ ફાઈલિંગ સેવાઓ, કેસની માહિતી અને અન્ય ડિજિટલ સેવાઓમાં વકીલો, અરજદારો અને સામાન્ય નાગરિકોને મદદ કરવા માટે કોર્ટમાં સ્થાપિત ડિજિટલ સેવા કેન્દ્ર છે.

વ્યારા ખાતે આ કેન્દ્ર કોર્ટમાં પ્રવેશ કરતાની સાથે જ કોર્ટ બિલીંગમાં મળી આવે છે. આ પેપરલેસ કેન્દ્ર સુપ્રિમ કોર્ટની ઇ કમિટીની માર્ગદર્શિકાને અનુસરીને ડિજિટલ સહાય પુરી પાડી ને અને ન્યાયિક પ્રણાલીમાં પેપરલેસ પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપીને કાનુની પ્રક્રિયાને સરળ બનાવવાનો હેતુ ધરાવે છે.

ગુજરાતમાં હાઈકોર્ટ સહિતની રાજયની વિવિધ અદાલતોમાં સ્થાપિત ઇ સેવા કેન્દ્રો વકીલો, અરજદારો અને સામાન્ય નાગરિકો માટે વન સ્ટોપ ડિજિટલ સેવા કેન્દ્ર તરીકે કાર્ય કરે છે. અરજદારો અને સામાન્ય નાગરિકોને ન્યાયિક સેવાઓ ઝડપી પુરી પાડવા માટે ઈ- સેવા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. સામાન્ય નાગરિકોને કોર્ટ સંબંધિત સેવાઓ ઝડપી અને સરળતાથી પુરી પાડવી તે આ કેન્દ્ર નો હેતુ છે.

ઈ સેવા કેન્દ્રોના માધયમથી કોર્ટ કેસ સ્ટેટસ, પ્રમાણિત (સર્ટીફાઈડ) નકલો, ઈ-ફાઇલિંગ, ઈ-પેમેન્ટસ, વિડિયો કોન્ફરન્સિંગ, મફ્ત કાનુની સેવાઓ, કોર્ટની માહિતી તેમજ કોર્ટના ચુકાદાઓ અને આદેશો જેવી વિવિધ પ્રકારની માહિતી મેળવી શકાશે. ખાસ કરીને ટેકનોલોજી થી વંચિત અને દુરના વિસ્તારોમાંથી આવતા લોકો માટે આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે, જેથી કરીને તેઓને સરળતાથી કોર્ટની તમામ માહિતી મળી રહે તેમજ તેમને કોઈપણ જાતની તકલીફ વગર ઝડપી ન્યાય મેળવવા માટે સરળતા રહે.

આ ઈ સેવા કેન્દ્ર તાપી જિલ્લામાં વ્યારાની જિલ્લા ન્યાયાલય પરિસરમાં તથા તાપી જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં કાર્યરત છે. આ ઈ સેવા કેન્દ્રનો મહત્તમ ઉપયોગ કરવા માટે માન. જિલ્લા ન્યાયાધીશ સાહેબશ્રીનો તમામ વકીલશ્રીઓને તથા પક્ષકારોને તથા સામાન્ય નાગરીકોને અનુરોધ કરવામાં આવેલ છે.

○○○○

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *