રાજ્યનાં ૩૦ શ્રેષ્ઠ શિક્ષકોમાં દાહોદનાં પુંસરી પ્રાથમિક શાળાનાં શિક્ષક સુરેશભાઈ માળીની પસંદગી થઈ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : દાહોદ જિલ્લાનાં દાહોદ તાલુકાની પુંસરી ગામની પ્રાથમિક શાળાનાં ધો ૬ થી ૮ નાં શિક્ષક સુરેશભાઈ માળીની અસાધારણ પ્રતિભાએ દાહોદ જિલ્લાને ગૌરવ અપાવી રાજ્યનાં શ્રેષ્ઠ શિક્ષકોની યાદીમાં સ્થાન હાંસલ કરેલ છે. રાજ્યકક્ષાનો સન્માન પારિતોષિક મેળવનારા શિક્ષકોમાં મધ્ય ઝોનમાંથી તેમની પસંદગી થતાં શિક્ષક સમાજમાં હર્ષ અને આનંદની લાગણી છવાય હતી. આગામી શિક્ષકદિને આ પારિતોષિક બદલ તેમને ૫૧ હજારનો પુરસ્કાર, શાલ અને સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રેષ્ઠ શિક્ષક તરીકેની બહુમુખી પ્રતિભા ધરાવતા આ શિક્ષક દાહોદ તાલુકાની પુંસરી પ્રાથમિક શાળામાં છેલ્લાં ૨૨ વર્ષથી ફરજ બજાવી રહ્યાં છે. આજપર્યંત તેઓ શાળાનાં વિદ્યાર્થીઓને તાલુકા, જિલ્લા સહિત રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા બનાવી ચૂક્યા છે. સાથેજ તેમનાં દ્વારા ઇનોવેશન, ક્રિયાત્મક સંશોધન, ઓનલાઇન-ઓફલાઇન એજ્યુકેશનની સાથે રાજ્ય સરકાર દ્વારા આયોજિત જુદીજુદી શિષ્યવૃત્તિ મેળવતી પરીક્ષાઓ જેવીકે NMMS, PSE, જ્ઞાન સાધના, ચિત્રકામ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધામાં વિધાર્થીઓની કલાને કંડારીને ઉત્તમ પરિણામ મેળવ્યા છે. હાલ તેઓ અંગ્રેજી વિષયને સરળતાથી અને ક્ષતિરહિત કેવી રીતે શીખવી શકાય તે દિશામાં ઉચ્ચ કોટિનું શિક્ષણ શાળામાં આપી રહ્યાં છે. વિદ્યાર્થીઓ માટે ઉપયોગી શૈક્ષણિક ઉપકરણોની વાત કરતાં તેમણે વિવિધ વિષયોનાં TLM તથા શૈક્ષણિક રમકડાઓ દ્વારા વર્ગખંડમાં સચોટ શિક્ષણ પૂરું પાડ્યું છે. વિદ્યાર્થીઓને મજા પડી જાય અને શાળામાં હસતાં-રમતાં શિક્ષણ મેળવે તે દિશામાં નક્કર કામગીરી બાબતે તેમણે પુંસરી ગામને અને પોતાનાં સમાજને ગૌરવ અપાવી દાહોદ જિલ્લાનું નામ રાજ્યભરમાં રોશન કર્યું છે જે અભિનંદનને પાત્ર છે.

રિપોર્ટ: વિજય પટેલ

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *