એલાયન્સ ક્લબ સેવન સ્ટાર દ્વારા ગ્રામભરતી હાઇસ્કુલ – કલમકુઈ ના વિદ્યાર્થીઓ માટે “વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર હોલ” નું ઉદઘાટન અને લોકાર્પણ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : એલાયન્સ ક્લબસ ઇન્ટરનેશનલ, ડિસ્ટ્રિક્ટ-૧૪૧ માં સમાવિષ્ટ એલાયન્સ ક્લબ સેવન સ્ટાર અને એસવીઆર 96 હેલ્પીંગ હેન્ડ ગ્રુપ, સુરત દ્વારા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કલમકુઈ (કહેર). ગામમાં આવેલ વિનયમંદિર ગ્રામભરતી હાઈસ્કૂલ માં રહીને અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓ માટે “વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર હોલ અને સ્ટાફ રૂમ” નું રૂપિયા ૧૧ લાખના ખર્ચે બનાવવામાં આવ્યો છે. તેનું ઉદ્ઘાટન અને લોકાર્પણ તા.23/08/2025 શનિવારના રોજ સવારે, એસવીઆર 96 હેલ્પીંગ હેન્ડ ગ્રુપ, સુરત ના કો-ઓર્ડીનેટર શ્રી મયુરભાઈ તલાટી, ડિસ્ટ્રીકટ ગવર્નર એલાય નરેશભાઈ પારેખ, પાસ્ટ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ એલાય ભુપેન્દ્રભાઈ ચાહવાલા, મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન યોગેશભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ઇન્ટરનેશનલના મહાનુભાવો ડો. બીમલેશ ટેવટીયા, કનૈયાભાઈ દોરીવાળા, કમલેશભાઈ ગાંધી, દાતાઓ શ્રી પ્રદ્યુમન જોશી, શ્રી કમલેશભાઈ ભટ્ટ, શ્રી કાંતિભાઈ ઓઝા, શ્રી મનોજભાઈ એન. પટેલ હાજર રહ્યા હતા. શ્રી મયુરભાઈ તલાટી અને નરેશ ભાઈ પારેખે ટેકનીકલ શિક્ષાણનું મહત્વ સમજાવ્યુ હતુ અને ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની તકો સમજાવી હતી.
પાસ્ટ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ એલાય ભુપેન્દ્રભાઈ ચાહવાલા એલાયન્સ ક્લબો દ્વારા થતી સમાજ ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિઓ વિશે વિશેષ છણાવટ કરી એનજીઓની ભૂમિકા સમજાવી હતી. દાતાઓશ્રી પ્રદ્યુમનભાઈ જોશી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી કમલેશભાઈ ભટ્ટે વોકેશનલ શિક્ષણ ઉપર ભાર આપી મહત્વ સમજાવ્યું હતું. ક્લબ પ્રમુખ એલાય અનિલભાઈ સોરઠીયા અને પ્રોજેક્ટ ચેરમેન એલાય જયંતિભાઈ પ્રજાપતિએ ડાંગ થી ડેડીયાપાડા સુધીના વિસ્તારોમાં પ્રાથમિક સ્કૂલો / હાઇસ્કુલ અને કોલેજમાં ચાલતા શિક્ષણ કાર્યમાં ખૂટતી સુવિધાઓ અને શિક્ષકોની ઘટ બાબતે ક્લબ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવતી સહાયો વર્ણવી હતી, અને ભવિષ્યમાં મદદરૂપ થવા માટે ખાત્રી આપી હતી. કાર્યક્રમનું સુપેરે સંચાલન સ્કૂલના શિક્ષિકા શ્રીમતી પુનિતાબેન પટેલ અને ક્લબના મેમ્બર અમીબેન પટેલે કર્યું હતું. શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યા હતા.
આ પ્રોજેક્ટ ખૂબ ટૂંકા સમયમાં દાતાઓના સહકારથી પ્રોજેક્ટ ચેરમેન એલાય જયંતીભાઈ પ્રજાપતિ, કલબ પ્રમુખ અનિલભાઈ સોરઠીયા, મંત્રી મયુરભાઈ તલાટી અને ગ્રામભરતી હાઈસ્કૂલના આચાર્યશ્રી હિતેશભાઈ માહયાવંશીના અથાક પ્રયત્નોથી સાકાર થઈ શક્યો છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

