સિનિયર સિટિઝન ગૃપ વ્યારા દ્વારા ભજન સ્પર્ધા યોજાઈ*

Contact News Publisher

વ્યારા નગરના કુલ ૨૧ ભજનમંડળોએ ઉત્સાહભેર ભાગ લઈ દર્શકોને ભક્તિમય બનાવ્યા

સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લોકો જીત્યા છે અને ભાગ ન લેનારા હાર્યા છે :  સંગીત વિશારદ ઉષાબેન મઢીકર

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૬ઃ વ્યારા નગર સિનિયર સિટિઝન ગૃપ દ્વારા વર્ષભર અનેક સકારાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. વર્ષ ૨૦૦૨માં સિનિયર સિટિઝન ગૃપની સ્થાપના કરવામાં આવી હતી. ૧૫૦ સભ્યોથી કરેલી શરૂઆત આજે બે હજાર જેટલા સભ્યો મળીને એક વટવૃક્ષ બનીને સેવાકીય સુવાસ મહેકાવી રહ્યું છે. ૨૨ ઓગસ્ટ ૨૫ ના રોજ વિશ્વ સંગીત દિવસ ના રોજ જોગાનુજોગ ક્લબ ના હોલમાં સાંજે વરસાદી માહોલમાં ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિનિયર સિટિઝન ક્લબના સભ્યોના ૧૦ ગ્રુપો અને વ્યારા નગરના ૧૧ ગ્રુપોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પ્રથમ ક્લબ ના પદાધિકારિશ્રીઓ અને ભજન સ્પર્ધાના નિર્ણાયક તરીકે ક્લબના આમંત્રણને માન આપી આવેલા શ્રી મોહનભાઈ મઢીકર અને એમના ધર્મપત્નિ શ્રીમતી ઉષાબેન મઢીકરે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. ક્લબ પ્રમુખ શ્રી સુભાષભાઈ શાહે નિર્ણાયકો તથા મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી પ્રતીક ભેટ આપી સન્માન કર્યું હતું.
સ્પર્ધા પૂરી થતા વિરામના સમયે સ્વ. અજયભાઈ શાહ જેઓ નામાંકિત એડવોકેટ ઉપરાંત સમાજની સેવાકીય પ્રવૃતિમાં અગ્રેસર અને ક્લબ સભ્ય અને માર્ગદર્શક અને એમના પુત્ર સ્વ. કૃણાલ અજયભાઈના સ્મરણાર્થે ગં.સ્વ. બીનાબેન અજયભાઈ શાહ તરફથી ગોસ્વામી તુલસીદાસજી રચિત શ્રી રામચરિત માનસ સુંદરકાંડ (મૂળ) હનુમાન ચાલીસા સાથેની ૫૦૦ પ્રત સિનિયર સિટીઝન ક્લબ વ્યારા ને સપ્રેમ ભેટ મળેલ હોય ક્લબ ના પ્રમુખશ્રીના ધર્મપત્ની શ્રી ભારતીબેન શાહ, દક્ષાબેન,શોભનાબેન, રસનાબેન, રશમીબેન વિગેરે તરફથી પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જે. બી. સ્કૂલમાં સેવા આપતા શ્રી પ્રવીણભાઈ દ્વારા દરેક ગૃપને ઢોલક વગાડવાની સેવા આપી હોઈ તેઓનું પ્રમુખશ્રી તરફથી સન્માન કરવામાં આવ્યું હતું.
નિર્ણાયકો તરફથી ભજન માં રહેલા તેમજ અન્ય સભ્યો ને ભજનમાં તાલ , ઢાળ, લય, રાગ, સૂર, ભજનની પસંદગી, ભજન ની જમાવટ. વિગેરે બાબતે સમજ આપતા સંગીત વિશારદ ઉષાબેન મઢીકરે જણાવ્યું હતું કે બધાજ જીત્યા છે કોઈ હાર્યું નથી દરેક ભજન મંડળે ભાગ લીધો એ જ તમારી જીત છે.
અવિનાશભાઈ જોષીએ જણાવ્યું હતું કે સિનિયર સિટિઝન ગૃપમાં પ્રથમ નંબરે ગ્રુપ નંબર – ૪ મીનાબેન કનુભાઈ પારેખ, દ્વિતિય નંબરે ગ્રુપ નંબર – ૧-ના જય માતાજી ભજન મંડળ અને તૃતિય ક્રમે ક્રમ નંબર – ૧૦ કનુભાઈ પારેખનું ગ્રુપ આવ્યું હતું. જ્યારે વ્યારાનગરમાં પ્રથમ નંબરે શિવશક્તિ, મીનાબેન તરસાડિયા, દ્વિતિય નંબરે સપ્ત્ધવની ગ્રુપ આશીર્વાદ હોસ્પિટલ. ભાવિનીબેન શાહ, જ્યારે ત્રીજો નંબર બે મંડળો (૧) સંત સાવતા ફૂલમાલી સમાજ, જ્યોતિબેન ખૈરે અને લિંગા ગ્રુપ ભજન મંડળ ભાઈઓ, દર્શનભાઈ દેસાઈને મળ્યો હતો જ્યારે જમાવટ કરનાર શિવશક્તિ ભજન મંડળ ભાઈઓને ખાસ ચોથો નંબર અપાયો હતો. સમગ્ર આયોજન અને સંચાલન શ્રીમતી રશ્મિબેન જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. ભજન મંડળના સભ્યો અને દર્શકો , મહેમાનો ભજનસ્પર્ધાથી ભક્તિમય બની ગયા હતા.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *