વ્યારામાં જિલ્લા અને સત્ર ન્યાયાલય, તાપી ખાતે ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગત્ તા.૨૧/૦૮/૨૦૨૫ના રોજ ગુજરાત હાઇકોર્ટના માનનીય મુખ્ય ન્યાયાધીશ શ્રીમતી સુનિતા અગ્રવાલ સાહેબશ્રીની હાજરીમાં જિલ્લા અને સત્ર ન્યાયાલય, તાપી ખાતે ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્ટરનું વર્ચ્યુઅલ મોડ પર શુભારંભ કરવામાં આવ્યું છે.

આધિકારીક સાક્ષી જુબાની કેન્દ્રનાં આ વર્ચ્યુઅલ ઉદ્ઘાટનમાં તાપી જિલ્લાનાં મુખ્ય ન્યાયાધીશ શ્રી ટી.આર. દેસાઈ સાહેબ, અધિક સત્ર ન્યાયાધીશ શ્રી એ.બી. ભોજક સાહેબ, ચીફ જયુડીશીઅલ મેજિસ્ટ્રેટ શ્રી એસ.કે. સોલંકી સાહેબ, ડી.એલ.એસ.એ. ના ફુલ ટાઇમ સેક્રેટરીશ્રી વાય.બી. ગામીત સાહેબ, ડી.જી.પી. સાહેબ, એ.જી.પી. સાહેબ, ડી.વાય.એસ.પી.શ્રી, પોલીસ ઇન્સપેક્ટરશ્રી વ્યારા પોલીસ સ્ટેશન, મેડીકલ ઓફીસરશ્રી, વકીલશ્રીઓ તેમજ એલ.એ.ડી.સી. ના વકીલશ્રીઓ તથા કોર્ટનો તમામ સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યો હતો.

રાજ્યમા દરેક જીલ્લામાં આ ફોર્મલ વિટનેસ ડિપોઝિશન સેન્ટર લાવવાનો મુખ્ય હેતુ પોલીસ અધિકારીઓ, સરકારી તબીબી અધિકારીઓ તથા અન્ય સાક્ષીઓની જુબાની તથા આરોપીઓને તપાસવા માટે વિટનેસ બોક્સના માધ્યમથી વિડિઓ કન્ફોરન્સ દ્વારા રાજયની વિવિધ કોર્ટ કેસમાં સાક્ષી તરીકે રહેલા હોય છે અને અલગ અલગ સ્થળે આવેલ કોર્ટોમાં હાજર રહી જુબાની આપવા જવાનું થતું હોય છે. સરકારી અધિકારીઓ જુબાની આપવા જવા માટે અનુસરવી પડતી વહિવટી પ્રક્રિયાઓમાં રાહત મળશે તેમજ અધિકારીઓ અને કોર્ટના સમયનો વ્યય થતો અટકશે અને સરકારી નાણાની બચત થશે. હાલ પર્યત સુધી જે તકલીફો પડતી હતી હવે તેનાથી રાહત મળશે.

 

 

આ વિટનેસ બોક્સના ઉપયોગથી સાક્ષીઓને લાંબા ગાળા ના અંતર કાપવામાં રાહત મળશે તેમજ કોર્ટનો કિંમતી સમય બચશે સાથે જ ન્યાયની પ્રક્રિયા ઝડપી બનશે, આ સુવિધાનો મહત્તમ ઉપયોગ કરવા જિલ્લા ન્યાયાધીશ શ્રી ટી.આર. દેસાઇ સાહેબ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *