આંબા પાણી આશ્રમ શાળાના સંચાલક વિરોધ દાખલ થયેલ ગુનો રદ કરવા તાપી જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા કલેકટર શ્રી તાપીને આવેદન પાઠવાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા કલેકટરશ્રી તાપીને આવેદન પાઠવી આંબાપાણી આશ્રમશાળા સંચાલક / ટ્રસ્ટીશ્રી વિરૂધ્ધ ખોટી રીતે અધિકારીત્વનો દુરુપયોગ કરી આશ્રમશાળા અધિકારી તાપી દ્રારા પોક્સો એક્ટ હેઠળ અયોગ્ય ગુનો દાખલ કરેલ છે તેને રદ કરવા માંગ કરાઈ છે.
રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ અમદાવાદ સંલગ્નન ઘટક સંઘ તાપી જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર ૨જૂ કરી વિનમ્ર ભાવે જણાવ્યુ હતુ કે ચેરીટી માન્ય નોંધાયેલ મંડળનો ટ્રસ્ટી કે સંચાલક મંડળની પેટા સંસ્થામા ગ્રાંટ મેળવી તેનુ સેવાકિય ભાવે શૈક્ષણિક સંસ્થાનુ સંચાલન કરે સાથે શિક્ષકો સહિત કર્મચારીઓની ફરજ પરત્વે દેખરેખ રાખે છે અને સમાયંતરે ઠપકો પણ આપી શકે છે. આમ આશ્રમશાળા સંચાલક/ટ્રસ્ટી સ્વાયત છે.
આમ સંસ્થાનો સંચાલક કે ટ્રસ્ટી ઉદાર સખાવતથી સંસ્થાનુ અને સમાજનુ હિત કરે દે સંચાલક્ની ફરજ નિષ્પક્ષ-કાયદાના માન સન્માન સાથે સુચારૂ સંચાલન કરવાનુ કામ છે. સંચાલક/ટ્રસ્ટીની પેટા સંસ્થા એટલે આંબાપાણી આશ્રમશાળા જ્યા કાર્યરત છે ત્યા સંચાલકનું નિવાસ સ્થાન પણ નથી આવા સંજોગોમા સંચાલન કરનાર પર જ ખોટી રીતે મનસ્વીપણે અધિકારીત્વનો દુરઉપયોગ કરી તાપી જિલ્લા શાળા સંચાલક મંડળના સભ્યશ્રી જે વ્યારા તાલુકા પુર્વ વિભાગ વનવાસી વિકાસ મંડળના ટ્રસ્ટીશ્રી પર પોક્સો એક્ટનો ગેરવ્યાજબી ગુનો દાખલ કરેલ છે.
સંચાલન કરનારને અયોગ્ય રીતે આરોપી બનાવ્યા છે પરંતુ કહેવાતા બનેલ બનાવમા જવાબદાર શાળાના કર્મચારીઓ છે તો પાડાના વાંકે પખાલીને દામ શા માટે? તો તાપી જિલ્લા આશ્રમશાળા અધિકારી દ્વારા ખોટી રીતે સંચાલકશ્રી વિરૂધ્ધ ફરિયાદ કરેલ છે તે રદ કરવા આશ્રમ શાળાના અને અન્ય તાપીના શાળા સંચાલકોની માંગણી અને લાગણી છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

