ઓલપાડ તાલુકાનાં કચ્છ કડવા પાટીદાર સમાજ દ્રારા શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં કરમલા ગામ સ્થિત પટેલ કોલોનીમાં કચ્છ કડવા પાટીદાર સમાજ દ્રારા શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીનાં ભાગરૂપે બાળકોથી લઈ સૌ ભાઈ-બહેનો સહિત વરિષ્ઠ સ્ત્રી-પુરૂષો આગોતરા આયોજન મુજબ સંગીતનાં તાલે દાંડિયા રાસ રમી હર્ષોલ્લાસથી ઝૂમ્યા હતાં. મધરાતે મટુકી ફોડી નંદ ઘેર આનંદ ભયોનાં નાદ સાથે સૌએ ભગવાનનાં જન્મ પ્રસંગનાં વધામણાં કરીને સમગ્ર માહોલને ગોકુળીયો બનાવ્યો હતો. ઝરમર ઝરમર વરસાદ વચ્ચે પ્રસાદરૂપ દૂધ, દહીં, છાસ તથા માખણની મિજબાની માણી સૌ કૃષ્ણમય બન્યાં હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

