શિશુ/ વિદ્યા ગુર્જરી શાળામાં સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનીલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ/ વિદ્યા ગુર્જરી શાળામાં તા.15/08/2025 ને શુક્રવારના રોજ માન.શ્રી મહેશકુમાર આઈ. પટેલના હસ્તે ધ્વજ ફરકાવી 79 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ધ્વજ પ્રમુખ માન.શ્રી મહેશકુમાર આઈ. પટેલે શાળામાં ઉપસ્થિત સૌને આઝાદીની શુભેચ્છા પાઠવી તેમજ સૌ સ્વતંત્રતા સેનાનીઓને શ્રધ્ધાજલી પાઠવી. તેમની સાથે અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત માન.શ્રી મયુરભાઈ શાહે પણ વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત સૌ આમંત્રિતોને સંબોધિત કર્યા. દેશની આઝાદીમાં પોતાના બલિદાન આપનાર સૌ સ્વતંત્રતા સેનાનીઓને શ્રધ્ધાજલી અર્પણ કરી દેશમાં ચલાવવામાં આવેલ હર ઘર તિરંગા કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌને અભિનંદન પાઠવ્યા તેમજ તેમણે આઝાદીના આ પર્વે સૌને દેશના જાહેર સ્થળોએ શાળા તેમજ નગરની શેરીઓમાં સ્વછતાં જાળવી દેશને સ્વચ્છ બનાવવા માટે સૌને સંબોધિત કર્યા અને જણાવ્યુ કે સ્વછતાની શરૂઆત આપણે જાતે જ કરવાની છે. વિદ્યાર્થીઓ સ્વછતા કેળવવા માટે શરૂઆત કરશે તો એમનું જોઈને સૌ કોઈ સ્વચ્છતા કેળવશે અને આપણા દેશમાં સ્વછતાં કેળવવા માટે જાગૃતિ આવશે.તેમજ માનનીય વડાપ્રધાનશ્રીનો જે સ્વછતાનો હેતુ છે એમાં સૌ કોઈને સહભાગી થવા માટે વિનંતી કરી એમના વક્તવ્યને વિરામ આપેલ.
ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કાર્યક્ર્મ રજૂ કરેલ જેમાં દેશભકિત ગીત તથા સમૂહ નૃત્ય રજૂ કરવામાં આવ્યું જેના દ્વારા સમગ્ર વાતાવરણ દેશભકિતમય બની ગયુ હતું. અંતે સૌને ચોકલેટ અને મીઠાઇ દ્વારા મો મીઠું કરી કાર્યક્રમને વિરામ આપવામાં આવ્યો. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી માન.શ્રી ચિરાગભાઈ પી. કોઠારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

