પ્રથમ સત્રાંત પરીક્ષાના અનુસંધાને બારડોલી વિભાગ શાળા સમુહ (પ્રા. વિ.)ની એક બેઠક વ્યારા ખાતે યોજાઈ : તેજસ્વી તારલાઓને ટ્રોફી એનાયત કરાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.13ને બુધવરના રોજ બારડોલી વિભાગ શાળા સમુહ (પ્રાથમિક વિભાગ)ની પ્રથમ સત્રાંત પરીક્ષાના અનુસંધાને વિદ્યા ગુર્જરી પ્રાથમિક શાળામાં મિટિંગ યોજવામાં આવી. આ પ્રસંગે ગત શૈક્ષણિક સત્રમાં સમગ્ર શાળા સમૂહમાં ધોરણ પ્રાણે પ્રથમ આવનાર વિવિધ શાળાઓના ધોરણ 1 થી 8ના તેજસ્વી તારલાઓને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા.સન્માનિત થયેલ વિદ્યાર્થીઓમાં ધોરણ – 1. રબારી સાનવી કિરણભાઇ(શ્રીમતી એસ.એન્ડ. આર.વી પટેલ,બાજીપુરા શાળા)ધોરણ – 2. ધ્રુવ ઓમ ભુપેન્દ્રભાઈ(શ્રીમતી એસ.એન્ડ. આર.વી પટેલ,બાજીપુરા શાળા)ધોરણ – 3. પટેલ યાની રિતેશભાઈ (કે.એલ.ઝવેરી શાળા ,બુહારી)ધોરણ – 4.ચૌધરી ધ્રુવકુમાર કિરણકુમાર,(શ્રી મ. દ.શાહ શાળા,વાલોડ) ,ધોરણ – 5.ચૌધરી આધ્યા પરિમલકુમાર (શ્રી મ.દ.શાહ શાળા,વાલોડ), ધોરણ – 6.ચૌધરી મેઘાક્ષ વિજયકુમાર (માં સરસ્વતી વિધાલય , ડોલવણ) ધોરણ – 7.ગામીત નિસર્ગ રસિકભાઈ (વિદ્યા ગુર્જરી શાળા,વ્યારા),ધોરણ – 8. ભંડારી પરિકુમારી રિતેશભાઈ (કે.એલ.ઝવેરી શાળા,બુહારી)તે ઉપરાંત શ્રીમતી એસ.એન્ડ. આર.વી પટેલ,શાળા બાજીપુરામાં ગુજરાતી વિષયના શિક્ષક શ્રી ગણપતસિંહ ગોમાનસિહ ઠાકોર 31/05/2025ના રોજ નિવૃત્ત થયાછે અને બારડોલી વિભાગ શાળા સમૂહના અનેક શૈક્ષણિક કાર્યોસાથે સક્રિય રીતે જોડાયેલા હોવાથી તેમને પણ શાળા સમુહ ધ્વારા નિવૃત્તિની શુભેચ્છા પાઠવી સન્માનિત કરવામાં આવેલ છે અને તેમની સમગ્ર નોકરી દરમિયાન કરવામાં આવેલ નિઃસ્વાર્થ સેવાને બિરદાવવામાં આવેલ છે.તેમજ આગામી વર્ષની યોજના વિષયે ચર્ચા કરવામાં આવી.તેજસ્વી તારલાઓને એનાયત કરવામાં આવેલ ટ્રોફીના દાતા સમગ્ર વાલોડ તાલુકાની શાળાઓનો પ્રમુખશ્રી ધ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.સમગ્ર કાર્યક્રમ બારડોલી વિભાગ શાળા સમુહ (પ્રાથમિક વિભાગ)ના પ્રમુખ શ્રી રાજુભાઇ શેઠની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવેલ.પ્રમુખ શ્રી ધ્વારા તાપી જિલ્લાની અન્ય શાળાઓને પણ આ શાળા સમુહ સાથે જોડાવામાટે વિનંતી કરવામાં આવી છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *