કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ દ્વારા દગડપાડા ખાતે ઓફ કેમ્પસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વધઈ) : નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલ અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એચ. આર. શર્મા તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, શ્રી હર્ષદ એ. પ્રજાપતિના માર્ગદર્શનથી ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના દગડપાડા ગામ ખાતે તા. ૦૬/૦૮/૨૦૨૫ના રોજ “Micro Nutrient Management in Natural Farming System” અંગેની એક દિવસીય ઓફ કેમ્પસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે ફરજ બજાવતા શ્રી ગૌરાંગ બી. પડસાળા વૈજ્ઞાનીક (વિસ્તરણ શિક્ષણ) એ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં પાકને જરૂરી સૂક્ષ્મ પોષક તત્વોનું પાક વૃધ્ધિ અને વિકાસમાં મહત્વ સમજાવીને પ્રાકૃતિક કૃષિ પધ્ધતિમાં સૂક્ષ્મ પોષક તત્વોની પૂરતી કરવાની વિવિધ પધ્ધતિ તથા લિક્વિડ ફોર્મ્યુલેશન વિષે માહિતી આપી હતી. આ તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ગૃહ વિજ્ઞાનના વૈજ્ઞાનિક ડૉ. જેની લાલવાણી દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશોનો રોજિંદા આહારમાં ઉપયોગ તથા પોષકયુક્ત આહાર દરરોજ લેવાની ભાલામણ કરી હતી. આ કાર્યક્રમમાં 28 થી વધારે ખેડૂત ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *