કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે આંબા પાકની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ પર તાલીમ યોજાઈ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલ અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એચ. આર. શર્માના માર્ગદર્શનથી તા. ૦૭/૦૮/૨૦૨૫ના રોજ કેવિકે,વઘઇ ખાતે આંબા પાક વિષયક એક દિવાસીય તાલીમ યોજાઇ.

આ એક દિવાસીય તાલીમમાં શ્રી હર્ષદ એ. પ્રજાપતિ વૈજ્ઞાનિક (બાગાયત) અને ઈ.ચા. વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવિકે, વઘઇ દ્વારા આંબાની ખેતીના મહત્વના પાસા જેવાકે કલમની પસંદગી, કલમની રોપણી, સેંદ્રિય ખાતર આપવાની પધ્ધતિ માંડીને કેરીની વીણી સુધીની સઘળી માહિતી આપવામાં આવી હતી, આ તાલીમની સાથે સાથે અગ્રિમ હરોળ નિદર્શન પેટે દરેક ખેડૂતોને કલમ આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં બારખાંધ્યા અને દગડપાડા ગામના ૨૮થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો અને કલમની યોગ્ય પધ્ધતિથી રોપણી કરીને મહત્તમ ઉત્પાદન લેવાનો સંકલ્પ કર્યો હતો.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *