માંગરોળ : ઝંખવાવની BOB શાખામાં સતત ૨૫ વર્ષ સુધી પટાવાળા તરીકે ફરજ બજાવતાં રામસિંગભાઈ વયનિવૃત થતાં વિદાયમાન અપાયું

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) :  માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે બેંક ઓફ બરોડાની શાખા આવેલી છે, આ શાખામાં છેલ્લા પચ્ચીસ વર્ષથી પટાવાળા તરીકે ફરજ બજાવતાં રામસિંગભાઈ સોમજીભાઈ ચૌધરી, આજે તારીખ ૩૦ મી મે નાં રોજ વયનિવૃત થતા એમને વિદાય આપવામાં આવી છે.

સને ૧૯૯૩ થી સતત ઝંખવાવ શાખા ખાતે પટાવાળા તરીકે ફરજ બજાવતાં હતા, આજે વયનિવૃત થતાં એમને શાખાનાં સ્ટાફ પરિવાર અને ગ્રામજનો તરફથી વિદાય આપવા માટે એક વિદાય સભારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, એમની પચ્ચીસ વર્ષની સેવાની કદર કરવામાં આવી હતી, એમને સ્ટાફ પરિવાર અને ગ્રામજનો તરફથી સ્મૃતિભેટ આપવામાં આવી હતી સાથે જ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઝંખવાવ શાખાનાં શાખા પ્રબંધક શ્રીનિવાસન,બેંક ઓફ બરોડા, વાંકલ શાખાનાં શાખા પ્રબંધક ચંદ્ર મોહન, ગામનાં લાલુભાઈ મોદી,બુરહાનીભાઈ,મુસ્તકભાઈ મુલતાની,પ્રવીણભાઈ બારડ, બેંકનો સ્ટાફ વગેરેઓ હાજર રહયા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *