181 મહિલા હેલ્પલાઈન બારડોલી ટીમ દ્વારા આદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી દરમિયાન મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવેલ

Contact News Publisher

(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : ગુજરાત રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૧ ઓગસ્ટ થી ૮ ઓગસ્ટ દરમ્યાન ‘નારી વંદન સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવે છે.

જેના સાતમાં દિવસે બાબેન ગામની આદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી નિમિત્તે 181 અભયમ મહિલા હેલ્પલાઈન વિશે માહિતગાર કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન 181 મહીલા હેલ્પલાઇનના કાઉન્સેલર પટેલ ખૂશ્બૂ અને એ.એસ.આઈ ચૌધરી વનિતાબેન દ્વારા વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ચોવીસ કલાક મહિલાઓને મુશ્કેલીના સમયે મદદ,માર્ગદર્શન, સલાહ, સુચન અને બચાવ કરતી હેલ્પલાઈનની જાણકારી આપવામાં આવેલ. આ ઉપરાંત પોતાની સલામતી બાબતે જાગરૂકતા રાખવી, મોબાઈલ દ્વારા બિનજરૂરી કોલ મેસેજ કરી હેરાન કરતા રોમિયો, સાઈબર ફ્રોડ વગેરે કિસ્સાઓ વિષે સભાનતા કેળવવી જરૂરી છે. દરેક વિધાર્થીઓ પોતાના સ્માર્ટ મોબાઈલમાં 181 ની એપ્લીકેશન ડાઉનલોડ કરવી જેથી મુશ્કેલીના સમયે ઉપયોગી બની શકે અને 181 ની સેવાઓ ઝડપ થી મેળવી શકાય છે. ત્યારબાદ સરકારશ્રીની મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અને અલગ અલગ હેલ્પલાઇન 100,112,1098 વિશે માર્ગદર્શન આપેલ.181 હેલ્પલાઇનના પેમ્પલેટ વિતરણ કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *