181 મહિલા હેલ્પલાઈન બારડોલી ટીમ દ્વારા કન્યા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓ સાથે નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી દરમિયાન મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી
(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : ગુજરાત રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૧ ઓગસ્ટ થી ૮ ઓગસ્ટ દરમ્યાન ‘નારી વંદન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવે છે.જેના ત્રીજા દિવસે બારડોલી ખાતે કન્યા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓ સાથે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે 181 અભયમ મહિલા હેલ્પલાઈન વિશે માહિતગાર કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન 181 મહીલા હેલ્પલાઇનના કાઉન્સેલર પટેલ ખૂશ્બૂ દ્વારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ગુડટચ બેડટચ વિશે સમજ આપવામા આવી હતી. ત્યારબાદ 181 અભયમ મહિલા હેલ્પલાઈન વિશે માહિતી આપવામાં આવેલ. તેમજ ઘરેલુ હિંસા, છેડતી અને અન્યપ્રશ્નોમાં તેઓ મદદ લઈ શકે તે અંગે કાયદાકીય માર્ગદર્શન આપેલ.ત્યારબાદ 181 એપ્લિકેશન, સરકારશ્રીની મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અને અલગ અલગ હેલ્પલાઇન 100,112,1098 વિશે માર્ગદર્શન આપેલ.181 હેલ્પલાઇનના પેમ્પલેટ વિતરણ કરેલ.આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીનીઓમાં આત્મવિશ્વાસ વધે તથા જરૂર પડયે યોગ્ય સહાય મેળવવા માટેની જાણકારી પ્રાપ્ત થાય તે હેતુ સાથે સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમ કન્યા પ્રાથમિક શાળાના આચાર્યના સંકલનમાં રહી તેમજ સ્ટાફના સહકારથી સફળ બનાવવામાં આવ્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

