કલા મહાકુંભમાં તળાદ વિભાગ માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓ ઝળક્યા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડની તળાદ વિભાગ માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓએ ઓલપાડ તાલુકા કલા મહાકુંભમાં મિલેનિયમ સ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. શાળાનાં કુલ 35 વિદ્યાર્થીઓએ કલા ક્ષેત્રે પોતાનું પર્ફોમન્સ રજૂ કર્યું હતું. આ વિવિધ સ્પર્ધાઓમાં ચિત્રકળા સ્પર્ધામાં -6 વિદ્યાર્થીઓ, વક્તૃત્વ સ્પર્ધામાં -4 વિદ્યાર્થીઓ, નિબંધ સ્પર્ધામાં -6 વિદ્યાર્થીઓ, ભજન સ્પર્ધામાં-2 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તદ્ઉપરાંત ગરબામાં કુલ 16 વિદ્યાર્થીનીઓએ પોતાની કલા રજૂ કર્યું હતું .
આ વિવિધ સ્પર્ધાઓ પૈકી ચિત્રકલા સ્પર્ધામાં કાકલોતર ભાવનાએ પ્રથમ ક્રમ, વક્તૃત્વ સ્પર્ધામાં વરીયા કપિલે તૃતિય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ગરબામાં વિદ્યાર્થીનીઓએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તમામ વિજેતાઓને મિલેનિયમ સ્કૂલ તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. શાળાનાં આચાર્ય જયેશભાઈ પટેલે સૌ સ્પર્ધક વિદ્યાર્થીઓ સહિત તેમનાં માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતાં. સાથે જ ભવિષ્યમાં પણ તેઓ ઈતર પ્રવૃત્તિઓ ક્ષેત્રે સફળ બની પોતાનાં માવતર તેમજ શાળાનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી હતી.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

