ડોલવણ ૧૦૮ ટીમે મહિલાને એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરાવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વાંસદા તાલુકાના ઉનાઈ ગામમાં રેશ્માબેન બ્રિજેશભાઈ ગુપ્તા ગર્ભવતી મહિલાને રવિવારે વહેલી સવારે ૪.૦૦ કલાકે પ્રસુતિ દુઃખાવો ઉપાડતા ડોલવણ ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ મળતાં ૧૦૮ ની ટીમ તરત જ મહિલાને હોસ્પિટલ ખસેડવા માટે જણાવેલ સ્થળે ઉનાઈ ગામમાં હાજર થઈ અને મહિલાને એમ્બ્યુલન્સમાં લઈ ડોલવણ તરફ આવી રહ્યા હતા, તે સમયે રસ્તામાં જ ભારે પીડા ઉપડી હતી અને મહિલાની તબિયત નાજુક લાગતા ઈ.એમ.ટી તરુણભાઈ પવાર તે સાથે પાયલોટ મનીષ ગામિતએ રસ્તાની બાજુમાં એમ્બ્યુલન્સ ઉભી રાખી મહિલાને ઈ.એમ.ટી તરુણભાઈ પવારએ સૂઝબુઝાતાથી એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ સાધનોની મદદથી મહિલાને નોર્મલ પ્રસૂતિ કરાવી હતી અને માતા અને બાળક બંન્ને નો જીવ બચાવ્યો હતો.૧૦૮ના ડૉક્ટર મિહિર સરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ આપી પ્રસુતિ બાદ સગર્ભા માતા અને બાળક બંન્નેને ડોલવણ સરકારી હોસ્પિટલમાં પહોંચાડી આગળ ની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરિવારજનોમાં આણંદની હેલી પ્રસરી હતી અને ડોલવણ ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો..
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

