પ્રકૃતિને સુરક્ષિત રાખવી આપણી નૈતિક ફરજ છે- રાષ્ટ્ર ધર્મ છે : પ્રકૃતિ બચાવીએ-જીવન બચાવીએ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વિશ્વમાં સૌથી સમૃદ્ધ દેશ એ જ છે જ્યાં જળ, જંગલ, જમીન અને જાનવર પર્યાપ્ત માત્રામાં હોય. પ્રતિ વર્ષ ૨૮ જુલાઈ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ તરીકે મનાવાય છે. જેનો મૂળભૂત હેતુ પ્રકૃતિ સંરક્ષણ પ્રત્યે જાગરૂતતાનો છે. પ્રવર્તમાન સમયમાં આધુનિકીકરણની આંધળી દોટનાં પગલે પ્રકૃતિમાં અનેકવિધ પ્રકારનું અસંતુલન સર્જાઈ રહ્યું છે જે બાબતે આપણે આંખ આડા કાન કરી રહ્યાં છીએ. પ્રકૃતિ છે તો જીવન છે ત્યારે આ જીવનને સુરક્ષિત રાખવા માટે પ્રકૃતિને સુરક્ષિત રાખવી આપણી નૈતિક ફરજ છે- રાષ્ટ્ર ધર્મ છે. ડાંગ, સિક્કિમ, ભૂટાન જેવાં વિસ્તારનાં લોકોનાં સ્વભાવ તથા જીવન વ્યવહારમાં ઉપરોક્ત વાત ઉડીને આંખે વળગે છે.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

