કારગીલ વિજય દિવસ નિમિત્તે સોનગઢ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

0
Screenshot_20250726_162755_WhatsApp
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા 26 જુલાઈ કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદ સ્મારક ચોક કિલ્લે સોનગઢ ખાતે શહીદોને ફૂલહાર, પુષ્પ અર્પણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા ભારતના કારગીલમાં શહીદ થયેલા વીરો કે જેમણે પોતાના પ્રાણોની આહુતિ આપીને 26 જુલાઈ 1999નાં કારગીલ યુધ્ધમાં ભારત દેશને ગૌરવભેર વિજય અપાવ્યો હતો.
ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી સંજયભાઈ શાહ, ગંગા સમગ્ર તાપી પ્રાંતના સંપર્ક આયામ અધ્યક્ષશ્રી મુકેશભાઈ ચોપડે, સોનગઢ નગર પાલિકાના કોર્પોરેટર શ્રી પ્રકાશભાઈ માળી, કોર્પોરેટરશ્રી યોગેશભાઈ મરાઠા, નગરજનો માંથી બ્રહ્મ સમાજના આગેવાન શ્રી હિમાંશુભાઈ દવે, વેપારીશ્રી દિનેશભાઈ અગ્રવાલ, તુષારભાઈ માળી વગેરે એ ભારત દેશના સાચાં હીરો શહીદ વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા હાજર રહ્યાં હતાં.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *