ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને વર્ષમાં બે વખત મફત એલ.પી.જી. રીફીલીંગ કરી આપવામાં આવશે
૧ એપ્રિલથી ૩૧ માર્ચ સુધીના બે ક્વાર્ટરમાં એક-એક રીફીલીંગ નો લાભ મળશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૨. “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના” તથા રાજ્ય સરકારની પી.એન.જી./એલ.પી.જી. સહાય યોજના હેઠળ લાભાર્થીઓને દર વર્ષે બે વખત વિનામૂલ્યે એલ.પી.જી. સિલિન્ડર રીફીલીંગનો લાભ આપવામાં આવે છે.
જે મુજબ ક્વાર્ટર રીફીલીંગ ૦૧ એપ્રિલ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ૦૧ તથા ૦૧ ઓક્ટોબર થી ૩૧ માર્ચ દરમિયાન ૦૧ આમ દર વર્ષે બે વખત વિનામૂલ્યે એલ.પી.જી. સિલિન્ડર રીફીલીંગનો લાભ આપવામાં આવે છે
આ લાભ તે જ લાભાર્થીઓને જ મળશે, જેમનું એલ.પી.જી. ગેસ કનેક્શન ૩૧ માર્ચ સુધીમાં ઇન્સ્ટોલ થયેલું હશે.જેઓએ એલ.પી.જી. ગેસ કનેક્શન ૩૦મી સપ્ટેમ્બર-૨૦૨૫ સુધીમાં મેળવી લીધું હશે,તેમજ જે લાભાર્થીઓનું ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં એલપીજી ગેસ કનેક્શન ઇન્સ્ટોલ થયેલ હોય તેવા લાભાર્થીઓને ઓક્ટોબરથી માર્ચ વચ્ચેના ક્વાર્ટરમાં વિનામૂલ્યે રીફીલીંગનો લાભ મળશે.
લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લેવા માટે સમયમર્યાદા હેઠળ રીફીલીંગ કરાવવાની રહેશે.એમ જિલ્લા પુરવઠા અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

