ભારતીય મેજર કાર્પ (કટલા, રોહુ, મૃગલ)નું પ્રેરિત પ્રજનન વિષય ઉપર બે દિવસીય તાલીમનું આયોજન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઈન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ અને મદદનીશ મત્સ્યોદ્યોગ નિયમક્શ્રીની કચેરી ઉકાઈના સંયુક્ત ઉપક્રમે “ભારતીય મેજર કાર્પ (કટલા, રોહુ, મ્રીગલ)નું પ્રેરિત પ્રજનન” વિષય પર તારીખ ૨૧ જુલાઈ થી ૨૨ જુલાઈ, ૨૦૨૫ સુધી બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, નવસારીના સ્નાતક કક્ષાના ૨૪ વિદ્યાર્થીઓ અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનીવર્સિટી (VNSU)ના અનુસ્નાતક કક્ષાના ૬ વિદ્યાર્થીઓએ (કુલ -૩૦)ભાગ લીધેલ છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ ભારતીય મેજર કાર્પ (કાટલા, રોહુ, મ્રીગલ) માછલીના પ્રજનન કરી રાજ્ય માટે નવા ઉત્તમ ક્વોલિટીના બિયારણની પૈદાશ કરવા માટે નવા ઉદ્યોગસાહસિકો તૈયાર કરવાનો છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *