ગાયત્રી પરિવાર મોર દ્વારા ઓલપાડની ભગવા પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ભગવા પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસમાં સહાયરૂપ થવાનાં હેતુસર ગાયત્રી પરિવાર, મોર દ્વારા નિ:શુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવી હતી.
શિક્ષણયજ્ઞની જ્યોત પ્રજ્વલિત રાખનાર આ દાતાઓએ બાળકોને પોતાનાં હસ્તે નોટબુક વિતરણ કરી તેમને ભણીગણીને સમાજમાં ઊંચું સ્થાન મેળવવાનાં આશીર્વચન પાઠવ્યા હતાં. આ તકે બાળકોમાં આનંદની લહેર પ્રસરી જવા પામી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ દાતાઓ દ્રારા પ્રતિવર્ષ જરૂરિયાતમંદ બાળકો માટે નિ:સ્વાર્થભાવે દાનની સરવાણી વહેતી આવી છે. અંતમાં શાળાનાં આચાર્ય જયેશ વ્યાસે શાળા પરિવાર વતી દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

