સાંઈ નૃત્ય એકેડેમી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભાવિ નાગરિકો એવાં વિદ્યાર્થીઓમાં ભારતની ભાતીગળ સંસ્કૃતિ તથા લોકકલા વારસાની ઓળખ થાય એ હેતુસર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, ભરૂચનાં ઉપક્રમે સાંઈ નૃત્ય એકેડમી દ્વારા કન્યા શાળા બ્રાન્ચ નંબર 1, અંકલેશ્વર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક કલાકારો દ્વારા ગણેશ વંદના, ભવાઈવેશ, મરાઠી નૃત્ય, ગરબા ઉપરાંત દેશભક્તિ ગીતોની રજૂઆત કરવામાં આવી હતી.

કાર્યક્રમનાં પ્રારંભે ગજેન્દ્ર પટેલે કલાકારોને આવકાર્યા હતાં. આ પ્રસંગે નિકુંજ મહેતાનું શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ ગણેશ અગ્રવાલ, રાજકુમાર ટેલર તથા વાલીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

તસવીર: વિજય પટેલ (ઓલપાડ)

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other