નિઝર તાલુકાના સાયલા ખનોરાથી નવી ભીલભવાલી રોડ પર કામચલાઉ ડાયવર્ઝન બંધ કરી વૈકલ્પિક માર્ગ માટેનું જાહેરનામું બહાર પડાયુ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૯,તાપી. કાર્યપાલક ઇજનેર શ્રી મા. અને મ. પંચાયત વિભાગ તાપી દ્વારા કન્સ્ટ્રક્શન ઓફ સાયલા ખનોરાથી નવી ભીલભવાલી તાલુકો-નિઝર, જીલ્લો-તાપી પર ચોમાસાની સિઝનમાં લોકલ ખાડીનું પૂર તેમજ પાણી મોટા પ્રમાણમાં આવતું હોય જેના માટે કામચલાઉ ડાયવર્ઝન ચોમાસામાં ઉપયોગમાં ન લઈ શકાય તેમ હોવાથી આ રસ્તો બંધ કરી જિલ્લા મથક જવા માટે વૈકલ્પિક રસ્તા તરીકે નાસરપુર એપ્રોચ રોડ પરથી ડાયવર્ઝન કરવા માટેની દરખાસ્તને આધારે તેમજ પોલીસ અધિક્ષક અને પ્રાંત અધિકારીશ્રી, નિઝરના અભિપ્રાયને આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.આર. બોરડ દ્વારા ઉપરોક્ત કામચલાઉ ડાયવર્ઝન બંધ કરી તેના બદલે ઉપર જણાવેલા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું ૧૫/૦૯/૨૨૫ સુધી અમલમાં રહેશે. આથી તાપી જિલ્લામાં હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારી આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર સામે પો. અ. ૧૯૫૧ ની કલમ–૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર બનશે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other