અજાણ્યા વ્યક્તિના એક કોલ થકી મળી આવેલા પીડીતાને સુરક્ષિત રીતે આશ્રય અપાવતા 181 અભયમ ટીમ ઉમરા સુરત
(પ્રતિનિધિ દ્વારા, સુરત) ; ગત રોજ એક અજાણ્યા વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવેલ કે આશરે 42 વર્ષના એક પીડીતા પાંડેસરા વિસ્તારના કોમ્યુનિટી હોલ પર લગભગ 6 વાગ્યાથી રખડે છે. તેઓ હેરાન પરેશાન જણાતા હોવાથી તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમને માહીતી પુછતા કોઈ જવાબ ન આપતા તેથી તેમની મદદ કરવાના આશયથી 181 અભયમમાં કોલ કરેલ છે.
આટલું જાણતા જ અભયમ રેસ્ક્યું ટીમ ઉમરા સ્થળ પર પહોચી પીડીતા સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેઓ વધારે કાઇ જણાવતા ન હતા. તેમની સાથે શાંતિથી વાત કરી આશ્વાસન આપી જણાવેલ કે તેઓ શાતિથી ઘરનું સરનામું યાદ કરે જેથી તેઓને ત્યા સુરક્ષિત પહોચાડી શકાય. પીડીતાનું કાઉન્સિલિંગ કરતા તેઓએ જણાવ્યુ કે તેમનુ સરનામું મહેજાપુર, તત્વા, બિહાર ના રહેવાસી છે. તેમના ઘરમાં પતિ અને 5 દિકરાઓ છે. ત્રણ મોટા ભાઈ છે. ગામમા જ સાસુ પાસે રહે છે. પીડીતા સાસરીયામા જ રહેતા તેમના પતિ ગામ આવતા તેઓ પતિ તેમજ બે નાના બાળકો સાથે સુરત આવ્યા. સુરતમાં આવ્યા તેમને 9 દિવસ થયેલ પીડીતા કોઈના કીધા પ્રમાણે એક બિલ્ડીંગમા તેઓ સવારે 8:00 વાગ્યે ઘરકામ કરવા ગયેલ ત્યાથી તેઓ ઘરકામ કરી પરત થતા એડ્રેસ યાદ ન હોવાથી રીક્ષા ચાલક તેમને 6 વાગ્યે આસપાસ (બીજા ગામ ) પાંડેસરા વિસ્તારમા મુકી ગયેલ પીડીતા પાસે તપાસ કરતા તેમની પાસે કોઈ ડોક્યુમેન્ટ પણ નથી પીડીતાને ઘરનું સરનામુ યાદ કરાવવા ઘણા પ્રયત્ન કરેલ તેમજ પતિનો મોબાઇલ નંબર જણાવા પ્રયત્ન કરેલ પરંતુ પીડીતાને કાઇ જ યાદ ન આવ્યુ. તેમજ પતિ પાસે કે પીડીતા પાસે મોબાઇલ નથી પીડીતાના જણાવ્યા પ્રમાણે તેઓ એક ગાડૅન પાસે ઝુપડપટીમા રહે છે તેમ જણાવતા એક- બે ઝુપડપટી વાડા ગાડૅન પાસે લઈ ગયેલ પીડીતાને યાદ ન આવતા તેમને આશ્રયની જરૂર જણાતા પીડીતાને સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય અપાવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

