સુંદરપુર ખાબદા રોડ પર આપેલા ડાયવર્ઝન બંધ કરી લાલમાટી(સુંદરપુર) એપ્રોચ રોડનો વાહન વ્યવહાર માટે ઉપયોગ કરવા જાહેરનામું બહાર પડાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા.૧૮. કાર્યપાલક ઇજનેર શ્રી મા.અને મ. પંચાયત વિભાગ તાપી દ્વારા ઉચ્છલ તાલુકાના સુંદરપુર ખાબદા ખાતે રોડ ચે.૧/૩ થી ૩/૩ સુધી આપવામાં આવેલ ડાયવર્ઝન ચોમાસા દરમિયાન વાહન વ્યવહાર યોગ્ય ન હોવાથી બંધ કરી કામ ચલાઉ ડાયવર્ઝન કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવા મળેલી દરખાસ્તને આધારે તેમજ પોલીસ અધિક્ષક શ્રી તેમજ પ્રાંત અધિકારીશ્રી નિઝરની તપાસના અભિપ્રાયને આધારે શ્રી આર.આર. બોરડ, અધિક મેજિસ્ટ્રેટ, તાપી જિલ્લા દ્વારા તા.૧૩/૦૯/૨૦૨૫ સુધી ઉપરોક્ત ડાયવર્ઝન બંધ કરી વૈકલ્પિક માર્ગ તરીકે લાલમાટી (સુંદરપુર) અપ્રોચ રોડ નો વાહન વ્યવહાર માટે ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આથી તાપી જિલ્લામાં હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારી આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર સામે પો. અ. ૧૯૫૧ ની કલમ–૧૩૧ મુજબ શિક્ષણે પાત્ર બનશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

