ભાઠા પ્રાથમિક શાળામાં ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં બાળકોનો શાળા પ્રવેશ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત શહેરને અડીને આવેલ ભાઠા પ્રાથમિક શાળામાં ચોર્યાસીનાં ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં આંગણવાડી તેમજ ધોરણ-૧ માં પ્રવેશપાત્ર બાળકોને વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાળકોને આશીર્વચન પાઠવતાં સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આજે શાળામાં દાખલ થયેલ દરેક બાળક તેનાં અભ્યાસનાં પ્રથમ પગથિયાથી જ જુસ્સા અને આત્મવિશ્વાસ સાથે પોતાની શૈક્ષણિક કારકીર્દી આરંભી પ્રગતિનાં પંથે દોટ લગાવે એવો આશાવાદ વ્યક્ત કરું છું.
આ તકે શાળાનાં શિક્ષક ભાઈ-બહેનો, આંગણવાડી વર્કર બહેનો, સુરત જિલ્લા પંચાયતનાં પીએસસી ઇન્સ્ટ્રક્ટર કૌશિકાબેન પટેલે ખડેપગે રહીને સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. અંતમાં ઉપસ્થિત મહાનુભવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

તસવીર: વિજય પટેલ (ઓલપાડ )

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *