બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સ્વર્ગસ્થ શિક્ષિકાનાં પરિવારને ચેક અર્પણ કરવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : બારડોલી તાલુકાની હરીપુરા પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષિકા પલ્લવીબેન રમેશભાઈ ચૌધરીનું નિધન થતાં એમનાં પરિવારજનોને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક કલ્યાણ નિધિ ફંડનો રૂ।.૨૧૦૦૦ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ આશિષભાઈ મૈસુરીયા, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ તથા હોદ્દેદારોએ સ્વર્ગસ્થનાં નિવાસસ્થાનને જઈ તેમનાં પરિવારજનોને સાંત્વના પાઠવી સદર ફંડનો ચેક અર્પણ કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

