ઓલપાડની તળાદ વિભાગ માધ્યમિક શાળામાં દ્વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડની તળાદ વિભાગ માધ્યમિક શાળા, તળાદમાં અલુણા વ્રત નિમિત્તે મહેંદી, થાળી શણગાર, કેશગુંફન, મિસ ગોરમા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ સાથે ગુરુપૂર્ણિમાની પણ ઉજવણી કરવામાં આવી હતી.

સ્પર્ધાઓમાં 9 થી 12 નાં આશરે 50 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકનાં શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં દરેક સ્પર્ધા માટે ત્રણ-ત્રણ નંબરો આપવામાં આવ્યા હતાં. જેમાં દરેક સ્પર્ધા માટે નીચેનાં વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. મહેંદી સ્પર્ધા(મા.વિ.)-1 રાઠોડ શોભના રાહુલભાઈ, (ઉ.મા.વિ.)-1 પટેલ દિવ્યા યોગેશભાઈ, કેશગુંફન સ્પર્ધા (મા.વિ.)-1 પાડવી તેજસ્વી સુરપસિંગભાઈ, (ઉ.મા.વિ.)-1 રાઠવા પ્રિયંકા દિનેશભાઈ, થાળી શણગાર (મા.વિ.)-1 દૂબે સાક્ષી સંતોષભાઈ, (ઉ.મા.વિ.)-1 પટેલ નૂપુર હસમુખભાઈ, મિસ ગોરમાં સ્પર્ધા (મા.વિ.)-1 પટેલ એલિસા પંકજભાઈ (ઉ.મા.વિ.)-1 કલાલ મિનાક્ષી સુરેશભાઈ

સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓ સહિત તમામ સ્પર્ધકોને શાળાનાં આચાર્ય તેમજ સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા હતાં.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *