ઉચ્છલ ભીંતબુદ્રક એપ્રોચ રોડને ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગના ઉપયોગ અંગે જાહેરનામું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૫.  અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર. આર. બારડે જાહેરનામુ પ્રસિદ્ધ કરીને ઉચ્છલ ભીંતબુદ્રક એપ્રોચ રોડને ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવ્યું છે. ઉચ્છલ તાલુકા ખાતે હાઈ લેવલ બ્રિજ” બનાવવાનું કામ પ્રગતિ હેઠળ હોઇ, ચોમાસાની સીઝનમાં લોકલ ખાડીમાં પૂરનુ પાણી મોટા પ્રમાણમાં આવતુ હોય, તેવા સંજોગોમાં હાલનુ કામચલાઉ ડાયવર્ઝન ચોમાસા દરમિયાન ઉપયોગમાં લઇ શકાય તેમ ન હોવાથી આ રસ્તા પરનો વાહન વ્યવહાર બંધ કરી ટ્રાફિકને તાપી જિલ્લા મુખ્ય મથક તથા તાલુકા મથક ઉચ્છલ જવા માટે વૈકલ્પિક રસ્તા તરીકે ઉચ્છલ હાઇવે થી મોગલબારા થઇ લીંબાસોટી જૂની કચાલી તરફના રોડ પર ડાઇવર્ઝન અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.

નિવાસી અધિક કલેકટર શ્રી આર આર બોરડે તેમને મળેલ સત્તાને રૂએ ઉપરોક્ત રસ્તા પર હાલનું કામ ચલાઉ ડાયવર્ઝન બંધ કરી તેના બદલે તાપી જિલ્લા મુખ્ય મથક તથા ઉચ્છલ તાલુકા મથક ખાતે આવવા જવા માટે ભીંતખુર્દ અપ્રોચ રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.જાહેરનામું આગમી તા.૧૩.૦૯.૨૦૨૫ સુધી અમલમાં રહેશે.નિયમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષા ને પાત્ર થશે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *