પંચાયત હસ્તકના વાલોડ -કણજોડને જોડતા પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું 

Contact News Publisher

વાલોડનો આ પુલ ખુબ સારી સ્થિતિમાં છે અને ફાઉન્ડેશન ખુબ મજબુત જણાયુ છે: અધિક્ષક ઈજનેર શ્રી જે.કે પટેલ, માર્ગ અને મકાન વિભાગ સુરત સર્કલ

(પ્રતિનિધિ દ્વારા , વ્યારા) : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના બાદ રાજ્યના તમામ પુલોની સલામતી ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરવાની સૂચના આપી હતી, જેના ભાગરૂપે તાપી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકની કચેરી દ્વારા તમામ પુલ તેમજ નદી અને ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગત રોજ તા.૧૪ જુલાઈના રોજ તાપીના વાલોડ તાલુકાના મુખ્ય જિલ્લા માર્ગ પર આવેલા કણજોડ-વડીયા-જામણીયા રોડને જોડતા પુલનું નિરીક્ષણ સુરત સર્કલના અધિક્ષક ઈજનેર શ્રી જે.કે પટેલના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ તેમજ માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ તાપીના કાર્યપાલક ઈજનેર શ્રી ડી.એ પટેલની ટુકડી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટીમ દ્વારા સૌ પ્રથમ કણજોડ બ્રીજનું ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. ૨૪ મીટર અને ૯ સ્પાન ધરાવતો આ પુલની જાળવણી તાપી માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તક કરવામાં આવે છે. પૂર્ણા નદી પર આવેલા આ પુલ ખુબ જ સારી સ્થિતિમાં જણાયો હતો. આધિકારીઓ અને ટેકનીકલ ટીમ દ્વારા સ્પાન ચેમ્બર્સ, ટયુન ટાઈપ ફાઉન્ડેશન, સેફટી બેરીયર્સ, સ્પેસ મેન્ટેનન્સ એરિયા એક્ષ્પાન્શન જોઈન્ટ જેવી બાબતોની પ્રાથમિક ચકાસણી કરી હતી. અધિક્ષક ઈજનેર શ્રી જે.કે પટેલે જણાવ્યું હતું કે આ પુલનું બાંધકામ ૨૦૦૮-૯માં કરવામાં આવ્યું છે. આ પુલ ખુબ સારી સ્થિતિમાં છે, તેમાં કોઈ ક્ષતિ કે નુકસાન જણાતું નથી. ફાઉન્ડેશન મજબુત છે, નદીના પ્રવાહ કે હજુ આવનારા વરસાદને લીધે આ પુલના ગર્ડર અને બેઝને કોઈ નુકસાન થવાની સંભાવના નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પંચાયત વિભાગ હસ્તક બનાવેલા તમામ પુલોમાં આધુનિક સેફટી બેરીયર્સની ટેકનોલોજીથી જોડાણ કરવામાં આવ્યા છે જે વાહનોના ભાર અને ગરમી ઠંડીની ઋતુના બદલાવ સહન કરી શકે છે. આ પુલ ઓપન ટાઈપ ફાઉન્ડેશન અને ટી-બીમ બેઝ સ્લેબ ગર્ડર ડીઝાઈનથી બનાવવામાં આવેલો છે. શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે માર્ગ પર નીકળનારા વાહન ચાલકોને સલામતી અને સુખદ મુસાફરીનો અનુભવ થાય તે માટે તમામ સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other