તાપીનો ઉચ્છલ-નિઝર રોડ રીસરફેસીંગથી બન્યો આકર્ષક

Contact News Publisher

મહારાષ્ટ્ર ને જોડતા તાપીના આ માર્ગ સહેલાણીઓને આહલાદાયક અનુભૂતિ કરાવે છે.

  

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૧૪- રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સ્ટેટ અને પંચાયત વિભાગના રસ્તાઓ,પુલોનું સતત મોનીટરીંગ થઈ રહ્યું છે. માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા તાપી જિલ્લાના રસ્તાઓના નિર્માણની આકર્ષક કામગીરી કરવામાં આવી રહી છે. સ્ટેટ કાર્યપાલક ઈજનેરશ્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે SH-80 ઉચ્છલ-નિઝરને જોડતો આ માર્ગ ૭૪.૪૦૦ કિ.મી.ની લંબાઈ અને ૧૦ મીટરની પહોળાઈ ધરાવે છે. રાજ્ય સરકારની રીસરફેસીંગ યોજના હેઠળ સંપૂર્ણ ગાઈડલાઈન સાથે અંદાજીત ૭૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આ માર્ગ શ્રેષ્ઠ ગુવત્તાસભર બનાવવામાં આવ્યો છે.

તાપી નદીના સૌંદર્ય સ્વરૂપને નિહાળવું હોય તો આ માર્ગની મુસાફરી કરવી જ પડે. ચોમાસાની ઋતુમાં અહીંના પ્રવાસે આવતા સહેલાણીઓ અહીં મુસાફરી કરી આનંદનો અહેસાસ કરશે. સાથે સાથે તાપી જિલ્લાના છેવાડાના કુકરમુંડા,નિઝર તાલુકાના ગામોના અંતરિયાળ વિસ્તારના લોકોને લાંબુ અંતર કાપવા માટે આ માર્ગ આશિર્વાદરૂપ બન્યો છે. અહીંના ખેડૂતો,વિદ્યાર્થીઓ તેમજ આ વિસ્તારમાં ફરજ બજાવતા તમામ કર્મયોગીઓને તેમની મુસાફરી કંટાળાજનક નહીં લાગે. માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ તેમના ચુનંદા સ્ટાફ સાથે અવિરત તૈનાત છે. ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાંથી પસાર થતા આ માર્ગ ખરેખર દરેક લોકો માટે યાદગાર પ્રવાસ બની રહેશે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other