નિઝર ખાતે આદિવાસી સર્વાંગી વિકાસ સંઘની કારોબારી બેઠક યોજાઈ

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજરોજ તારીખ : ૧૪/૦૭/૨૫ સોમવારના દિને આદિવાસી સર્વાંગી વિકાસ સંઘની ઓફિસ ખાતે કારોબારીની મીટીંગ મળી હતી. જેમાં કારોબારી અને પ્રતિનિધિ સહિત ૨૩ લોકો હાજર રહ્યા હતા અને એમાં ખાસ કરીને ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમાં આ વર્ષે તાલુકા કક્ષાએ એક સ્થળે ભેગા થઈને નહીં પરંતુ ૯ ઓગસ્ટ ની ઉજવણી દરેક કારોબારી તથા સભ્ય /કાર્યકર્તા ના પોતપોતાના ગામમાં ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું .૨૩ જેટલા ગામોમાં પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ s.m.c. સભ્યને મળી ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ ઉજવ વુ તે નક્કી કર્યું. તથા ૧૧ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવાનુ નક્કી કરવામાં આવેલ છે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *