વ્યારા ખાતે રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ તાપી જિલ્લાની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ તાપી જિલ્લાની વિસ્તૃત કારોબારી બેઠક જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર. હરીપુરા સ્ટ્રીટ વ્યારા ખાતે માજી મંત્રી કાંતિભાઈ ગામીત ના અધ્યક્ષ સ્થાને મળી હતી. આજ રોજ તા. 12.7.25 ને શનિવાર રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ તાપીની જિલ્લા કારોબારી બેઠક જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે બપોરે 3.30 કલાકે રાખવામાં આવી. જેમાં બેઠકની શરૂઆત સર્વધર્મ પ્રાર્થના અને મૌનથી કરવામાં આવી. બેઠકમાં રાજ્યની પ્રાંત ટીમના ઉપાધ્યક્ષશ્રી અને જિલ્લા પ્રભારી શ્રી દીપેશભાઈ ભગત, પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ ગુજરાતના ઉપાધ્યક્ષશ્રી રામુભાઈ પઢેર, દક્ષિણ સંભાગ સંગઠન મંત્રીશ્રી શૈલેષભાઇ માહલા, લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેકટર શ્રી કેતનભાઈ શાહ, અર્જુનભાઇ ગામીત નવસારી જિલ્લા શૈક્ષીક મહાસંઘના જવાબદાર હોદ્દેદારોશ્રીઓ તેમજ તાપી જિલ્લાના તમામ તાલુકાના અધ્યક્ષશ્રીઓ, મહામંત્રી શ્રીઓ, તમામ હોદ્દેદાર ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિમાં શુભ શરૂઆત કરવામાં આવી.
શ્રી કેતનભાઈએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને બેઠક અનુરૂપ વાત કરી. શ્રી દીપેશભાઈ ભગત દ્વારા સદસ્યતા અભિયાન અને મંડળ રચના બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવી. સંગઠન મંત્રીશ્રી શૈલેષભાઇ માહલાએ હમારા વિદ્યાલય હમારા તીર્થ બાબતે સુંદર સમજ આપી.
કારોબારી એજન્ડા મુજબ 1.4.05 પછીના શિક્ષકો માટે OPS અને UPS બાબતે ચર્ચા કરી તમામ કર્મચારીઓ/શિક્ષકોને OPS લાગુ થાય તે ઠરાવ કરવામાં આવ્યો અને તે માટે રાજ્ય કક્ષાએ રજુઆત કરવામાં આવશે. તેમજ OPS સંદર્ભે જે કંઈ કરવું પડે તે માટે રાજ્યના આદેશ મુજબ અનુસરવા નક્કી કરવામાં આવ્યું.
નવા NPS ખાતા ખોલવાના બાકી હોય તેની યાદી બનાવી કામગીરી પૂર્ણ કરવા નક્કી કરવામાં આવ્યું.
ગુરુ વંદના કાર્યક્રમ બાબતે જિલ્લા, તાલુકા, અને શાળા કક્ષાએ કરવા બાળકોને ગુરુ-શિષ્ય વચ્ચેના સોહાર્દપૂર્ણ સંબંધને જાણે-માણે, સમજે અને સાથે વાલીઓ, સમાજને જોડવા સમજ આપવામાં આવી.
તાલુકા અને જિલ્લાની નવી ટીમની પુન:રચના બાબતે ચર્ચા વિચારણા દ્વારા માહિતી આપવામાં આવી.
અધ્યક્ષ સ્થાનેથી રજૂ થતાં કામોમાં –
1. 2010 ના શિક્ષકોને નિયમિત મહેકમમાં સમાવવા બાબતની કામગીરી પૂર્ણ થાય તે માટે ઘટતી કાર્યવાહી કરવા Dpeo મેડમશ્રી સાથે ચર્ચા કરવા નક્કી કરવામાં આવ્યું.
2. શાળાના ડેડસ્ટોકમા જુના જર્જરિત અને નકામા સર સામાનને કમી કરવા બાબતે તાલુકા અને જિલ્લા કક્ષાએ રજુઆત કરવા અને સરસામાન શાળામાંથી દૂર કરવા માટે કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું.
3. ડેટમ ગ્રાન્ટમાંથી સ્ટેશનરીઓ શાળા સુધી પહોંચાડવા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી માટે ઉપલી કક્ષાએ રજુઆત કરી કામગીરી પૂર્ણ કરવા નક્કી કરવામાં આવ્યું.
4. અન્ય શૈક્ષણિક અને શિક્ષક હિત ધરાવતા પ્રશ્નો સંદર્ભે ચર્ચા કરવામાં આવી. તાલુકા અધ્યક્ષશ્રીઓ દ્વારા બીજા પ્રશ્નો સંદર્ભે પણ ચર્ચા કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવા જે તે કક્ષાએ રજુઆત કરવામાં આવશે.
અંતમાં અધ્યક્ષશ્રી અર્જુનભાઈએ સંગઠનની કામગીરીની વિસ્તૃત છણાવટ કરી આગળની કામગીરીની માહિતી આપી. વલસાડ જિલ્લા પ્રભારી અને પ્રા. શૈ. ના ઉપાધ્યક્ષશ્રી રામુભાઈ પઢેર દ્વારા સંગઠન બાબતે મહત્વની સમજ આપવામાં આવી. આભારવિધિ મહામંત્રીશ્રી અશોકભાઈ દ્વારા કરવામાં આવી. સમગ્ર બેઠકનું સંચાલન શ્રી ભદ્રેશભાઈ દ્વારા કરવામાં આવ્યું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

