સોનગઢના જમાપુર-વીરપુર રોડ પર કોંક્રિટ પેચવર્ક કામગીરી હાથ ધરાઈ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૨. તાપી જિલ્લામાં ગત દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે સોનગઢ તાલુકાના જમાપુર-વીરપુર વચ્ચેનો માર્ગ નુકશાનગ્રસ્ત બન્યો હતો. સ્થિતિને તાત્કાલિક સુધારવા માટે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), તાપી દ્વારા યુદ્ધના ધોરણે કોંક્રિટ પેચવર્કનું કામ હાથ ધરાયું છે. તાત્કાલિક કામગીરીથી રાહદારીઓ માટે સુરક્ષિત અને સ્વચ્છ માર્ગ વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવામાં આવી છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

