તાપી જિલ્લાની આઉટ સોર્સિંગ એજન્સી દ્વારા કર્મચારીઓને વિવિધ લાભોથી વંચિત રાખવામાં આવતા બાંયો ચઢાવતા ઓપરેટર !!
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રમ આયુકત તરફથી નકકી થતા વિવિધ લાભો તાપી જિલ્લાની આઉટ સોર્સિંગ એજન્સી દ્વારા ન આપતા તાપી જીલ્લાના જન સેવા કેન્દ્રનાં કોમ્યુટર ઓપરેટરો સંગઠન દ્વારા ઉપરોકત વિષય અન્વયે લડી લેવાનું મન બનાવ્યુ છે.
ગુજરાત રાજય જન સેવા કેન્દ્રનાં કોમ્યુટર ઓપરેટરો સંગઠન દ્વારા કોમ્યુટર ઓપરેટરોને શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વખતો વખતો નકકી કરવામાં આવેલ ન્યુનતમ વેતન , દૈનિક ભથ્થા , ખાસ ભથ્થા , તથા શ્રમ આયુકત તરફથી નકકી થતા અન્ય લાભો એજન્સી દ્વારા આપવાના આવેલ નથી . તથા ગુજરાત સરકાર શ્રમ અને રોજગાર વિભાગ પરિપત્ર ક્રમાંક : ઈપીએફ / ૧૮૨૦૧૬ / ૩૬૮૫૯૬ / મ ( ૩ ) સચિવાલય , ગાંધીનગર તા . ૦૭/૦૩/૨૦૧૭ ના રોજ બહાર પાડવા આવેલ પરિપત્રમાં શરતો ધ્યાનમાં લઈ તથા સરકારી વિભાગો , સરકારી જાહેર નિગમો , રાજયની સહકારી સંસ્થાઓ અને બોડીઓમાં આઉટસોર્સથી કામ કરતાં કમર્ચારીઓને કામદાર ભવિષ્યનિધિ અને પરચુરણ જોગવાઇઓના અધિનિયમ , ૧૯૫ ર અંતર્ગત ભવિષ્ય નિધિ , પેન્શન અને EDLI યોજના , ૧૭૬ નો લાભો એજન્સી દ્વારા આપવામાં આવતા ન હોવાથી તાપી જીલ્લાનાં સરકારી શ્રમ અધિકારી પાસે નિયત નમુના કોષ્ટકમાં માનદવેતન તથા અન્ય લાભો અંગેની માહિતી તાપી જીલ્લાના જન સેવા કેન્દ્રનાં કોમ્યુટર ઓપરેટર સંગઠન દ્વારા માંગવામા આવેલ છે જે માહિતી લેખીતમાં મળ્યા બાદ આગળ ની રણનીતિ નક્કી કરવામાં આવશે એમ તાપી જીલ્લાના જન સેવા કેન્દ્રનાં કોમ્યુટર ઓપરેટરો સંગઠનનાં પ્રમુખ અલ્પેશ ગામીતએ જણાવ્યું છે.