ખોસાડીયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ નિમિત્તે યુનિફોર્મનું દાન કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત ખોસાડીયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025 ની ઉજવણી કરવામાં આવી. તાલુકા પંચાયતનાં દંડક કિશોરભાઈ રાઠોડનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ગામનાં સરપંચ પ્રમોદ પટેલ, કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ, એસ.એમ.સી. અધ્યક્ષ પારૂલ પટેલ, ગ્રામ પંચાયતનાં સભ્યો, આંગણવાડી વર્કર બહેનો, આરોગ્ય કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં વાલીજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
શાળાનાં આચાર્ય ભારતીબેન પટેલે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરી શાળાનો ચિતાર રજૂ કર્યો હતો. કાર્યક્રમનાં ભાગરૂપે આંગણવાડી તથા બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોને શાળામાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જયેશભાઈ ડાયાભાઈ પટેલ તરફથી શાળાનાં તમામ બાળકોને યુનિફોર્મનું દાન પ્રાપ્ત થયું હતું. અંતમાં ઈનામ વિતરણ તથા વૃક્ષારોપણ જેવાં કાર્યક્રમ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

