સર્વોદય મહિલા બચત ધિરાણ મંડળીની સામાન્ય સભામાં ડોલવણ આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિષયો પર આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ડોલવણ તાલુકાના વડા મથક ખાતે તા. ૦૫-૦૭-૨૦૨૫ના રોજ તાલુકા શિક્ષણ ભવન ખાતે સર્વોદય મહિલા વિકાસ બચત ધિરાણ કરનારી સહકારી મંડળીની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ૫૦૦ કરતા વધારે ડોલવણ તાલુકાની મહિલા સભાષદો હાજર રહી હતી જેમાં જિલ્લા મેલેરિયા શાખાના માર્ગદર્શન હેઠળ ડૉ. સ્નેહલ પટેલ ઈ.એમ.ઓ. તાપી દ્વારા મેલેરિયા, લપ્ટોસ્પાયરોસીસ, ડેન્ગ્યુ, ચિકનગુનીયા તેમજ પાણીજન્ય, વાહન જન્ય રોગો અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જેમાં મચ્છર ઉત્પતિ સ્થાનો, પોરા નાશક કામગીરી, પીવાનુ શુધ્ધ પાણી અંગે સીધા મહિલાઓને નિદર્શન ડેમોસ્ટ્રેશન કરી સ્થળ પર નિરીક્ષણ કરાવી આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું છે.

આ તબક્કે તાલુકા આરોગ્ય કચેરી તરફથી તાલુકા આરોગ્ય સુપરવાઈઝર રાકેશભાઈ પટેલે વિવિધ આરોગ્ય વિષયક રોગો, રોગ અટકાયતી પગલા અંગે પ્રચાર પ્રસાર કરવા આહવાન કર્યુ હતું. ઘાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઈઝર સુરેશભાઈ ગામીત દ્વારા ધરતી આબા કાર્યક્રમ, આયુષ્યમાન કાર્ડ તેમજ સગર્ભા માતાઓ, ધાત્રીમાતાઓને સિકલસેલ, એનીમીયા વાળી દર્દીઓ, ટી.બી, લેપ્રેસી, કેન્સર જેવા દર્દીઓને મળતી તબીબી સહાય પાંડુરોગ વાળી સગર્ભા માતા જેઓ અનુસુચિત જનજાતિઓને મળતી નાણાંકીય સહાય અંગે વિસ્તૃત સમજ સ્થાનિક ગામીત બોલીમાં આપી હતી.

આ તબક્કે સર્વોદય મહિલા વિકાસ મંડળીના પ્રમુખ ગીતાબેન ગામીત અને મંત્રી નિકીતાબેન ગામીત તેમજ કમિટી સભ્યો અને વિશાળ સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other