બે માસમાં માંગરોળ પોલીસે જાહેરનામાનાં ભંગ બદલ કુલ ૬૫૯ એફ.આઇ. આર. દાખલો કરી
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : જ્યારથી સમગ્ર રાજ્યમાં કોરોનાં વાઇરસની મહામારી ઉભી થઇ છે તથા આ સમય દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવતાં ,સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ માર્ગદર્શીકાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલી છે.જ્યારે વહીવટીતંત્રે વિવિધ જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.
સાથે જ આ જાહેરનામાનો અમલ કરાવવાની જવાબદારી પોલીસ વિભાગને આપવામાં આવી છે,ત્યારે માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઇ.પરેશ એચ.નાયી તરફથી માંગરોળ પોલીસ મથકનાં કાર્યક્ષેત્રમાં વાંકલ અને ઝંખવાવ ગામે આઉટ પોલીસ ચોકીઓ આવેલી છે. આમ માંગરોળ પોલીસ મથકનાં વિસ્તારમાં આવતાં મોસાલી ચારરસ્તા,વાંકલ, ઝંખવાવ વગેરે સ્થળો ઉપર પોલીસ જવાનોની ટીમો સાથે જે લોકો જાહેરનામાનો ભંગ કરનારાઓને ઝડપી પાડી એફ.આઇ. આર. દાખલ કરવામાં આવી છે, માંગરોળ પોલીસે આ માટે ડોનકેનેરાઈનો પણ ઉપયોગ કર્યો છે,માંગરોળ પોલીસે છેલ્લા બે માસમાં જાહેરનામાનો ભંગ કરનારા કુલ ૬૫૯ લોકો સામે એફ.આઇ. આર. ઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જો કે હાલમાં પણ આ કાર્યવાહી ચાલુજ છે,છતાં પ્રજાજનો જાહેરનામાનો ભંગ કરવાનું બંધ કરતાં નથી.