ઓલપાડ તાલુકાની સરસ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કહેવાય છે કે જે દાન કરી શકે એ જ ધનનાં માલિક છે. બાકી બધાં ધનનાં ચોકીદાર હોય છે. સનાતન ધર્મમાં દાનનું વિશેષ મહત્વ બતાવ્યું છે. દાન આપનારનું સ્થાન સમાજમાં ખૂબ ઊંચું હોય છે. આ વાતનો મર્મ સમજનારા ભાવિનભાઈ પટેલ તેમજ તેમનાં માતાશ્રી અને પિતાશ્રી દ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સરસ પ્રાથમિક શાળામાં ધોરણ બાલવાટિકા થી ધોરણ 8 માં અભ્યાસ કરતાં તમામ 122 બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યોની ઉપસ્થિતિમાં આ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તબક્કે બાળકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. અંતમાં શાળાનાં આચાર્ય અજયકુમાર પટેલે શાળા પરિવાર વતી દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other