ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં કુંભિયા પ્રાથમિક શાળા ખાતે ધરતી આબા જનભાગીદારી કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલ કુભીયાં પ્રાથમિક શાળા ખાતે ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત જનભાગીદારી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં ગ્રામજન લાભાર્થીઓને જાતિ પ્રમાણપત્ર, આયુષ્માન કાર્ડ, માતૃત્વ સહાય, વિજળી જોડાણ સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો વિતરણ કરવામાં આવ્યા હતા.
મોહનભાઇ ઢોડીયાએ આ કાર્યક્રમમાં હાજર રહેલા કુભીયા, મોરદેવી, કણજોડ, કોસંબીયા ના ગ્રામજનોને અપીલ કરી જણાવેલ કે હતું કે, આ કાર્યક્રમમાં વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ મુકવામાં આવેલ છે જેનો વધુમાં વધુ નાગરિકો લાભ લેય.
ગ્રામજનોએ કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સરકારી યોજનાઓ અંગે માહિતી મેળવી અરજીઓ નોંધાવી હતી. કાર્યક્રમમાં અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો અમે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
