પીએમશ્રી જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી ખાતે ધોરણ-૬માં પ્રવેશ અંગે
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૩- આથી તમામ પ્રવેશ ઈચ્છુક સબંધિતોને જાણ કરવામાં આવે છે કે ધોરણ-૬ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા (વર્ષ 2026-27) માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ 29.07.2025 છે. ઉમેદવાર 01.05.2014 થી 31.07.2016 (બંને તારીખ સહિત) વચ્ચે જન્મેલા હોવા જોઈએ. વધુ માહિતી માટે નવોદય વિદ્યાલયની વેબ સાઈટ www.navodaya.gov.in જોવી. ઉમેદવાર https://cbseitms.rcil.gov.in/nvs વેબસાઈટ પરથી વિનામૂલ્યે અરજી કરી શકે છે એમ પ્રાચાર્ય જવાહર નવોદય વિદ્યાલય તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
