સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં જાગૃતિ લાવવા નમસ્તે ગુજરાત નામનાં પોસ્ટર છપાવી ગામડે ગામડે લગાવ્યા
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાં વાઇરસની મહામારી ઉભી થવા પામી છે.પ્રારંભમાં આ રોગ માત્ર શહેરી વિસ્તાર પુરતોજ હતો.
હવે આ રોગે ગ્રામીણ વિસ્તારમાં પણ પગપેસારો કરી દીધો છે. ત્યારે સમગ્ર સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની જીવદોરી સમાન ગણાતી સુમુલ ડેરીનાં નવયુવાન ચેરમેન રાજુભાઇ પાઠક અને એમ. ડી.સવજીભાઈ ચૌધરીએ ગ્રામીણ વિસ્તારનાં પશુપાલકો અને અન્ય નાગરિકો માં કોરોનાં વાઇરસ અંગે જાગૃતિ આવે અને આ રોગથી બચવા શું કરવું અને શું ન કરવું નાં કારણો બતાવવામાં આવ્યા છે,આ રોગના જે લક્ષણો છે એ બતાવવામાં આવ્યા છે, જેમાં તાવ આવવો,માથું દુઃખવું,કફ, વહેતુ નાક, શરીર ધુજવું,ગળાનો દુખાવો,શ્વાસની તકલીફ વગેરે છે,જ્યારે સ્વંયને અને અન્યોને બચાવો એવું પણ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે. વધુ માહીતી માટે ૧૦૪ નંબર પર સંપર્ક કરવા તથા રાઉન્ડ ધ કલોક કાર્યરત રાજ્ય કંટ્રોલરૂમ ૦૭૯-૨૩૨૫૦૮૧૮ તથા ૦૭૯-૨૩૨૫૧૯૦૦ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે, કલરમાં આ પોસ્ટર છાપવામાં આવ્યું છે.અંતમાં આરોગ્ય. અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહીતમાં સુરત જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ (સુમુલ ડેરી ) દ્વારા પ્રસિધ્ધ, આ પોસ્ટરો સુરત-તાપી જિલ્લાની દૂધ મંડળીઓ અને સુમુલના વેચાણ કેન્દ્રો તથા પાર્લરો ઉપર મોકલવામાં આવ્યા છે.