ઓલપાડ તાલુકાનાં ડૉ. નિલેશ પટેલનાં જ્યોતિષ વિષયક બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય અને કવિ ડૉ. નિલેશ પટેલ લિખિત અને શ્રી ગજાનન પુસ્તકાલય દ્વારા પ્રકાશિત બે સુંદર પુસ્તકો ‘જ્યોતિષશાસ્ત્રનો જીવન ઉપર પ્રભાવ’ અને ’જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ સમસ્યા અને તેનું નિવારણ‘નું આજે ઓસરી ખાતે આચાર્યશ્રી પં. દેવવ્રત કાશ્યપજીનાં વરદહસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ડૉ. વિજય ઠક્કર અને છગનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. યુવા જ્યોતિષાચાર્યશ્રી વિદિત દ્વિવેદીએ પુસ્તકનો પરિચય આપ્યો હતો. અંતમાં આભારવિધિ શ્રીમતી ઉર્વશી નિલેશ પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કવિશ્રી કિરણસિંહ ચૌહાણે કર્યું હતું.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ )
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
