તાપી જિલ્લામાં ધરતી આબા જનભાગીદારી અભિયાનનો દબદબાભેર શુભારંભ

Contact News Publisher

વ્યારા, સોનગઢ, કુકરમુંડા અને ઉચ્છલ તાલુકાના ગામોમાં જાગૃતિ અભિયાન અને લાભ વિતરણ કેમ્પો યોજાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૦ જુન. આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે શરૂ કરાયેલા ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં તા. ૩૦ જૂન થી ૧૫ જુલાઈ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારના વિવિધ ૧૭ વિભાગો સાથે સંકલન કરીને આદિજાતિ વિસ્તારોમાં રહેતા નાગરિકો સુધી સરકારી યોજનાઓના લાભો સીધા પહોંચાડવાનો ઉદ્દેશ છે.

આ અભિયાન અંતર્ગત આજે પ્રથમ દિવસે તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, કુકરમુંડા અને ઉચ્છલ તાલુકામાં વિવિધ ગામોમાં વિશેષ જાગૃતિ અભિયાન તેમજ લાભ વિતરણ કેમ્પો યોજાયા હતા. જેમાં નાગરિકોએ આધારકાર્ડ, રેશનકાર્ડ, આયુષ્માન કાર્ડ, જનધન ખાતા, પીએમ કિસાન સન્માન નિધિ સહિતની વ્યક્તિલક્ષી યોજનાઓ અને આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.

તાલુકાવાર માહિતી જોઇએ અભિયાન હેઠળ સોનગઢ તાલુકાના સીશોર (સિશોર હાઇસ્કુલ)ખાતે ક્લસ્ટરના ૧૦ ગામોના ૧૭૬ જેટલા લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો.જ્યારે કુકરમુંડાના ડાબરીઆંબા ક્લસ્ટરમા યોજાયેલ કેમ્પમા કુલ ૨૧૦ જેટલા લાભાર્થીઓ તેમજ ઉચ્છલના ભડભુંજા ખાતે યોજાયેલ કેમ્પમાં કુલ ૯૬ જેટલા લાભાર્થીઓ સહિત વ્યારાના ઉંચામાળા ખાતે યોજાયેલ કેમ્પમાં પણ આધારકાર્ડ, રેશનકાર્ડ, આયુષ્યમાન કાર્ડ, જનધન બેંક ખાતા,પીએમ કિસાન સન્માન નિધિ જેવી વ્યક્તિલક્ષી યોજનાઓનો સાથે આરોગ્ય કેમ્પનો મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ મેળવ્યો હતો.

નોંધનીય છે કે આજે તા.૧ જુલાઇ ના રોજ સવારે ૧૦ વાગ્યેથી ઉચ્છલ તાલુકાના સેલુડ પ્રાથમિક શાળા ખાતે, કુકરમુંડા તાલુકાના કેવડામોઇ પ્રાથમિક શાળા ખાતે, સોનગઢ તાલુકાના કિકાકુઇ પ્રાથમિક શાળા ખાતે, ડોલવણ તાલુકાના કલકવા પ્રાથમિક શાળા ખાતે ૧૧ કલાકે, વાલોડ તાલુકાકાના અંબાચ પ્રા.શા ખાતે, નિઝર તાલુકાના સાયલા પ્રાથમિક શાળા ખાતે તેમજ વ્યારા તાલુકાના ચાંપાવાડી પ્રાથમિક શાળા ખાતે “ધરતી આબા જનભાગીદારી અભિયાન” હેઠળ 119 લાભર્થીઓ લાભ લીધેલ છે.

આ ૭ તાલુકાઓમાં ફાળવવામાં આવેલ વિવિધ ક્લસ્ટરો મુજબ તેમાં સમાવિષ્ટ તમામ ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે કે, તેઓ આ અભિયાનમાં જોડાઈ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લે.

૦૦૦૦૦૦૦૦

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other